નવ સંતાનોને સ્કૂલમાંથી ઉઠાડીને યુગલ દુનિયા ફરવા નીકળી પડ્યું

09 October, 2019 10:04 AM IST  |  અમેરિકા

નવ સંતાનોને સ્કૂલમાંથી ઉઠાડીને યુગલ દુનિયા ફરવા નીકળી પડ્યું

નવ સંતાનોને સ્કૂલમાંથી ઉઠાડીને યુગલ દુનિયા ફરવા નીકળી પડ્યું

અમેરિકાના નૉર્થ કૅરોલિના રાજ્યના શાર્લોટ શહેરમાં રહેતાં ૪૦ વર્ષનાં મેગન અને માઇકલ નોર્પ નામના યુગલે પોતાના બાળકોને દુનિયા દેખાડવા માટે સ્કૂલમાંથી ઉઠાડી મૂક્યાં છે. આ યુગલને ૧૮ વર્ષનો એલિજા, ૧૪ વર્ષનો ઍન્ડ્ર્યુ, ૧૧ વર્ષનો પીટર અને ૧૦ વર્ષની ઍશર નામે ચાર બાયોલૉજિકલ સંતાનો છે. એ ઉપરાંત તેમણે ૧૭ વર્ષનો ડેનિયલ, ૧૬ વર્ષનો એસ્ટર, ૧૩ વર્ષની પર્લ, ૧૦ વર્ષની ઈવ અને ૬ વર્ષની જ્યુડ નામનાં પાંચ બાળકોને દત્તક લીધેલાં છે. સૌથી પહેલાં તો તેમણે અમેરિકામાં જ ફરવાનું શરૂ કરેલું. કૅમ્પર વૅન ભાડે લઈને યુગલે બાળકોની સાથે અમેરિકા એક્સપ્લોર કર્યુ. એ પછી એક આખું વર્ષ યુરોપમાં ગાળ્યું. માઇકલ અને મેગન બાળકોને જ્યાં જાય ત્યાંની સ્થાનિક હિસ્ટરી અને સ્થાનિકોની જીવનશૈલીનો પરિચય અપાવે છે. તેમનું માનવું છે કે સ્કૂલમાં જઈને શીખવા કરતાં બાળકો પોતાની મેળે જિંદગીના પાઠો વધુ સારી રીતે શીખી શકે છે. યુગલને લાગે છે કે તેમના નવેનવ બાળકો જિનીયસ છે અને તેમને પુસ્તકિયું જ્ઞાન આપીને બીબાંઢાળ નથી બનાવી દેવાં. યુગલ બાળકોને વિશ્વદર્શન કરાવવા માગે છે એ વાત બહુ સારી છે, પણ એ તેમની સ્કૂલના ભોગે થઈ રહ્યું છે એ વાતે તેમની પર ખાસ્સું સામાજિક પ્રેશર છે.

આ પણ વાંચો : ના હોય! 19 વર્ષ પહેલાં દોરાયેલું આ કાર્ટૂનનું પેઇન્ટિંગ 177 કરોડમાં વેચાયું

કેટલાકને લાગે છે કે તેઓ ચાઇલ્ડ અબ્યુઝ કરે છે. ૨૦૧૪થી તેઓ બાળકોને હોમસ્કૂલિંગ જ કરાવતા આવ્યા હતા. જોકે એ પછી તો એ પણ બંધ કરી દેવામાં આવ્યું અને દરેક બાળકને જે ક્ષેત્રનું શિક્ષણ લેવું હોય એ મુજબી ચૉઇસ આપવામાં આવી છે. અત્યારે યુગલ બાળકોને લઈને યુરોપના વિવિધ સ્થળે ફરી રહ્યા છે.

united states of america offbeat news hatke news