115 દેશોમાંથી કુલ 1444 ન્યુઝ પેપર્સનું કલેક્શન કર્યું છે આ ભાઈએ

04 July, 2019 09:20 AM IST  |  ઈટાલી

115 દેશોમાંથી કુલ 1444 ન્યુઝ પેપર્સનું કલેક્શન કર્યું છે આ ભાઈએ

1444 ન્યુઝ પેપર્સનું કલેક્શન કર્યું છે આ ભાઈએ

રોજ સવારે ચાની ચુસકી સાથે મનગમતું ન્યુઝ પેપર હાથમાં ન હોય તો જાણે દિવસની શરૂઆત બરાબર નથી થઈ એવું ફીલ કરનારા ઘણા હશે. ભલે ન્યુઝ માટે હવે ચોવીસ કલાકની ચૅનલોનો રાફડો ફાટ્યો હોય, પરંતુ ન્યુઝ પેપરનું સ્થાન લોકોના દિલમાં હજીયે અકબંધ છે. જોકે ઇટલીના એક ભાઈએ તો ન્યુઝ પેપર્સનું કલેકશન કરીને તેમનો વર્તમાનત્રો પ્રત્યેનો અજીબ પ્રેમ અભિવ્યક્ત કર્યો છે.

સર્જિયો બોડિની નામના ભાઈએ વિશ્વભરના વિખ્યાત કહેવાય એવા સ્થાનિક વર્તમાનપત્રો એકત્ર કર્યાં છે. સર્જિયો જ્યારે દસ વર્ષના હતા ત્યારે પહેલી વાર વર્તમાન પત્રોનું કલેક્શન કરવાનો વિચાર આવેલો અને ત્યારથી તેમણે દરેક દેશના ખાસ ફેમસ એવા છાપાંઓની નકલો મંગાવીને એને સાચવવી શરૂ કરી દીધી હતી. હાલમાં તેમની પાસે ૧૧૫ ‌દેશોમાંથી પ્રકાશિત થતા કુલ ૧૪૪૪ અલગ-અલગ ટાઇટલ ધરાવતા ન્યુઝ પેપર્સનું કલેક્શન છે. છાપાં ભલે એક દિવસ વંચાઈને પસ્તીમાં જતા રહેતા હોય, પણ આ ભાઈએ આ કલેક્શનને પસ્તી નથી ગણી.

આ પણ વાંચો : એક સમયના વિશ્વના સૌથી ઊંચા 7 ફુટ 9 ઇંચના ટીનેજરને આખરે નોકરી મળી

તેમણે પ્લાસ્ટિક બૉક્સમાં જ્યાં ટેમ્પરેચર કન્ટ્રોલ થઈ શકે એ રીતે આ વર્તમાનપત્રોની પ્રતો જાળવી છે. બાળપણમાં સર્જિયોભાઈની ઇચ્છા પત્રકાર બનવાની હતી, પણ નસીબજોગે આ સંભવ બન્યું નહીં અને હાલમાં તેઓ કેમિસ્ટ છે. એમ છતાં વર્તમાનપત્રો પ્રત્યેનો તેમનો પ્રેમ ઓછો નથી થયો. ન્યુઝપેપર્સના આટલાંબધાં ટાઇટલ્સ એકત્ર કરવાનો ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ તેમના નામે છે.

italy offbeat news hatke news