બિઝી બૉયફ્રેન્ડે ગર્લફ્રેન્ડ સાથે ચૅટ કરી શકે એવું ચૅટબૉટ બનાવ્યું

15 June, 2019 08:28 AM IST  |  ચીન

બિઝી બૉયફ્રેન્ડે ગર્લફ્રેન્ડ સાથે ચૅટ કરી શકે એવું ચૅટબૉટ બનાવ્યું

ગર્લફ્રેન્ડ સાથે ચૅટ કરી શકે એવું ચૅટબૉટ

ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડના સંબંધોમાં જેટલો રોમૅન્સ હોય છે એટલી મુશ્કેલીઓ પણ હોય જ છે. ગર્લફ્રેન્ડે મેસેજ કર્યો હોય અને તમે કલાક સુધી એ જોયો ન હોય અને જવાબ પણ ન આપો તો એ વાતે પણ બહુ મોટો ઝઘડો થઈ શકે છે. આવી સ્થિતિમાં વારંવાર ઝડપાયા પછી ચીનના એક સૉફ્ટવેર એન્જિનિયરે એનો તોડ કાઢી લીધો છે. લિ કેશિઆન્ગ નામના ભાઈ ચાઇનીઝ ઇન્ટરનેટ જાયન્ટ જેડીડૉટકૉમ માટે કામ કરે છે.

સૉફ્ટવેર ડેવલપપર એવા લિભાઈને નોકરીમાં બિઝી હોય ત્યારે ગર્લફ્રેન્ડના મેસેજનો વળતો જવાબ આપવાનો સમય મળતો નહીં અને એને કારણે ગર્લફ્રેન્ડ હર્ટ થઈ જતી હતી. આખરે તેણે એક ચૅટબૉટ તૈયાર કરી નાખ્યું જે ચોક્કસ પ્રકારના મેસેજના જવાબમાં સ્ટાન્ડર્ડ જવાબ આપી દે. આ ચૅટબૉટ થકી તેણે પહેલા જ દિવસે ગર્લફ્રેન્ડ સાથે ૩૦૦ મેસેજિસની આપ-લે કરી હતી. જોકે પહેલી જ વાર બૉયફ્રેન્ડ આટલો જલદી જવાબ કેવી રીતે આપી રહ્યો છે એ બાબતે ગર્લફ્રેન્ડને નવાઈ અને શંકા બન્ને લાગવા માંડી હતી.

આ પણ વાંચો : લૉટરી લાગી: ગ્રાહકે કર્મચારીને આપી 23 લાખ રૂપિયાની ટિપ, જાણો કેમ

જોકે ચૅટબૉટ એટલું સ્માર્ટ હતું કે એણે એ પછીના જવાબ થોડી વાર પછીથી આપવાનું શરૂ કરીને ગર્લફ્રેન્ડને ઉલ્લુ બનાવી હતી. લિભાઈએ ગર્લફ્રેન્ડ સાથેના સંવાદના કેટલાક સ્ક્રીનશૉટ્સ વીચૅટ પર શૅર કર્યા છે અને પહેલી નજરે જોતાં આ રોબોએ ચૅટિંગમાં ખરેખર સારી કળા હાંસલ કરી લીધી હોય એવું લાગે છે. હવે લિ પાસે બૉયફ્રેન્ડ્સ ડિમાન્ડ લઈને તૂટી પડ્યા છે કે તેમને પણ આ ચૅટબૉટ જોઈએ છે.

china offbeat news hatke news