ખોબામા સમાઈ જાય એટલા મૃત કાચબાના પેટમાંથી નીકળ્યા પ્લાસ્ટિકના 104 ટુકડા

06 October, 2019 10:14 AM IST  |  ફ્લોરિડા

ખોબામા સમાઈ જાય એટલા મૃત કાચબાના પેટમાંથી નીકળ્યા પ્લાસ્ટિકના 104 ટુકડા

મૃત કાચબાના પેટમાંથી નીકળ્યા પ્લાસ્ટિકના 104 ટુકડા

આજકાલ દરિયાકાંઠે અલભ્ય કહેવાય એવા દરિયાઈ જીવોના શબ મળી રહ્યા છે અને એ માટે નેચર અને ઓશન ઇકોલૉજીને જાળવવા માટે કામ કરતા વૉલન્ટિયર્સ અનેક જાગૃતિ કાર્યક્રમો કરે છે. તાજેતરમાં અમેરિકાના ફ્લોરિડા બીચ પર હથેળીના આકારનો એક મૃત કાચબો ધ ગમ્બો લિમ્બો નેચર સેન્ટરના લોકોને મળી આવ્યો. આમ તો કાચબા ખૂબ લાંબુ જીવે છે, પણ આ કાચબો કેમ નાની વયે મૃત્યુ પામ્યો એ જાણવા માટે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું તો તેના આંતરડાંમાંથી ૧૦૪થી વધુ નાના-નાના પ્લાસ્ટિકના ટુકડાઓ ભરાયેલા મળ્યા હતા. સમુદ્રી કાચબાના સંરક્ષણ માટે કામ કરતી આ સંસ્થાએ આ કાચબાની તસવીર સાથે લોકોને સમજાવવાની કોશિશ કરી છે કે આપણે બધું જ પ્લાસ્ટિક દરિયામાં ઠાલવીએ છીએ એ તેમના મૃત્યુનું કારણ બની રહ્યું છે. સમુદ્રમાં ફેંકેલી પ્લાસ્ટિક બૅગો દસથી વીસ વર્ષ સુધી, પ્લાસ્ટિકની સ્ટ્રો ૨૦૦ વર્ષ સુધી અને પ્લાસ્ટિકની બૉટલ્સ ૪૦૦ વર્ષ સુધી પાણીમાં એમ જ રહે છે જે દરિયામાં રહેતા જીવોનો ભોગ લે છે. 

florida offbeat news hatke news