આ ઍથ્લીટ હૅન્ડ-સ્ટૅન્ડ કરીને ટ્રેડમિલ પર ચાલે છે

05 May, 2019 10:26 AM IST  |  ન્યુ યૉર્ક

આ ઍથ્લીટ હૅન્ડ-સ્ટૅન્ડ કરીને ટ્રેડમિલ પર ચાલે છે

હૅન્ડ-સ્ટૅન્ડ કરીને ટ્રેડમિલ પર ચાલે છે

અમેરિકાના ન્યુ યૉર્ક રાજ્યના બ્રોન્ક્સ શહેરમાં રહેતો ૨૬ વર્ષનો ક્રિસ્ટોફર જોયસ નામના ઍથ્લીટ માટે જિમમાં સીધીસાદી એક્સરસાઇઝ કરવાનું હવે રમતવાત લાગતું હોવાથી બોરિંગ લાગવા લાગ્યું છે. જોકે એને કારણે તેણે પોતાના શરીરની સ્ટ્રેન્ગ્થને વધુ કસોટી કરાવે એવા સ્ટન્ટ્સ કરવાનું શરૂ કર્યું છે. ડમ્બેલ્સ ઊંચકીને કંટાળ્યા પછી હવે ક્રિસ્ટોફર ડમ્બેલ્સ પર ઊંધા માથે ઊભો રહેવા લાગ્યો છે. ડમ્બેલ્સ પર હૅન્ડ-સ્ટૅન્ડ કરીને સંતુલન જાળવીને તે ચાલતી ટ્રેડમિલ પર પણ ચડી જાય છે અને ઊંધા માથે હાથેથી ટ્રેડમિલ વૉક પણ કરે છે. એક હાથમાં ડમ્બેલ પકડીને એની પર ઊંધા માથે ઊભા રહીને બીજા હાથે તે એટલું વજનદાર ડમ્બેલ ઝીલી લઈ શકે છે. ક્રિસ્ટોફર મોટા ભાગે આ બધી કસરતો તેની મમ્મી કિમ્બર્લી સાથે મળીને કરે છે. થોડાક સમય પહેલાં તે બારબેલ પર ઊંધા માથે સંતુલન જાળવીને દાદરા ઊતરતો હોય એવો વિડિયો પણ વાઇરલ થયો હતો. 

આ પણ વાંચો : દુનિયાનો સૌથી મોંઘો રિસૉર્ટ, 1 રાતનું ભાડું 70 લાખ રૂપિયા

ક્રિસ્ટોફર જોયસ આવી હટકે કસરત કરવાના પ્રયોગો તેના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર મૂકે છે જેને કારણે તેના ફૉલોઅર્સની સંખ્યામાં સારીએવી વૃદ્ધિ થઈ છે. જોકે ભાઈસાહેબ પોતાના ચાહકો અને વિડિયો જોનારાઓને સલાહ આપે છે કે ‘મારા વિડિયોઝ જોઈને કોઈએ એમ જ અનુકરણ કરવું નહીં. શરીરનું સંતુલન જાળવતાં ન આવડે તો તમે શરીરને જબરદસ્ત ઇન્જરી કરી બેસો એવું બની શકે.’

new york offbeat news hatke news