મંદિરની બહાર એકબીજા પર આગ ફેંકવાનો અગનખેલ ઉત્સવ

23 April, 2019 10:45 AM IST  |  મૅન્ગલુરુ

મંદિરની બહાર એકબીજા પર આગ ફેંકવાનો અગનખેલ ઉત્સવ

અનોખો અગનખેલ ઉત્સવ

સદીઓ જૂની પરંપરા અનુસાર કર્ણાટકના મૅન્ગલુરુથી ૩૦ કિલોમીટર દૂર કટિલ ટાઉન પાસે આવેલા દુર્ગા મંદિરમાં અનોખો અગનખેલ ઉત્સવ મનાવાયો હતો. આ ઉત્સવમાં ભાગ લેનારા યુવાનો ધોતી પહેરીને ખુલ્લી છાતીએ અગ્નિની મશાલ લઈને દુર્ગા મંદિરની બહાર ભેગા થયા હતા. દુર્ગા પરમેશ્વરી મંદિરમાં દેવીને રીઝવવા માટે લોકો સદીઓથી આગ સાથે ફાઇટ કરે છે. આ પરંપરા અગ્નિખેલ તરીકે ઓળખાય છે. એપ્રિલ મહિનામાં આ ઉત્સવ થાય છે જે સતત આઠ દિવસ ચાલે છે. અઠોર અને કાડાઠોર નામનાં બે ગામના લોકો એમાં ભાગ લે છે.

આ પણ વાંચો : નેઇલ-પૉલિશની 11,027 બૉટલો એકઠી કરી છે આ બહેને

બે ગ્રુપના લોકો એકબીજાથી ૧૫-૨૦ મીટર દૂર ઊભા રહે છે અને આગના ગોળા એકબીજા તરફ ફેંકે છે. દરેકને પાંચ વાર ગોળા ફેંકીને વધુ ને વધુ લોકો તરફ ફેંકવાની પરવાનગી હોય છે. ધારો કે આવું કરવા જતાં કોઈકને આગની ઝાળ લાગી જાય તો તેમના પર કેસર અને હળદરનું પાણી સ્પ્રે કરવામાં આવે છે.

mangalore offbeat news hatke news