અવાકાડોને રંગીને ગ્રેનેડ બનાવ્યો, એનાથી બબ્બે વાર બૅન્કમાં ધાડ પાડી

17 June, 2019 09:24 AM IST  |  ઇઝરાયલ

અવાકાડોને રંગીને ગ્રેનેડ બનાવ્યો, એનાથી બબ્બે વાર બૅન્કમાં ધાડ પાડી

અવાકાડોને રંગીને ગ્રેનેડ બનાવ્યા

બૅન્કમાં ધાડ પાડવી હોય તો હાથમાં ડરામણાં સાધનો હોવાં જરૂરી છે. ગન અને પિસ્તોલ જેવી ચીજો નકલી છે એવું બહુ સહેલાઈથી પકડાઈ જાય છે એટલે ઇઝરાયલમાં ૪૭ વર્ષના એક લૂંટારોએ નવો આઇડિયા અજમાવ્યો. આ ભાઈએ બૅન્ક-સિક્યૉરિટીને ડરાવવા માટે ગ્રેનેડનો ઉપયોગ કર્યો હતો. પોતાનો ચહેરો ઓળખાય નહીં એ માટે માથે કૅપ, મોટાં કાળાં ચશ્માં અને મોઢું ઢાંકીને ભાઈસાહેબે અવાકાડોથી ચોરી કરી હતી.

તેણે ગ્રેનેડની સાઇઝના અવાકાડોને એવી રીતે રંગ્યું હતું કે દૂરથી એ ગ્રેનેડ જ લાગે. એ પછી તે બેદો ગામના એક શૉપિંગ મૉલની અંદર આવેલી પોસ્ટલ બૅન્ક બ્રાન્ચમાં ગયો. ડાયરેક્ટ કૅશિયર પાસે જઈને તેણે ચિઠ્ઠી આપી જેમાં લખ્યું હતું કે જેટલી રોકડ હોય એ બૅગમાં ભરીને આપી દે, નહીંતર આ ગ્રેનેડ ફોડી દઈશ. ચોરે હાથમાંનું અવાકાડો બતાવ્યું. કૅશિયરને એ ખરેખર ગ્રેનેડ જ લાગ્યો અને તેણે ડરના માર્યા બૅગમાં ૩.૦૯ લાખ રૂપિયાની રોકડ ભરી આપી.

આ ઘટના હજી જૂની નહોતી થઈ ત્યાં એ જ ગામની બીજી બૅન્કમાં આ જ ઢબે ચોરી થઈ. એક વાર સફળ થયા પછી ચોરભાઈની હિંમત ખૂલી ગયેલી. તેણે ફરી એ જ ટેક્નિક વાપરી. ફરીથી તે ૨.૩૨ લાખની રોકડ આંચકી જવામાં સફળ રહ્યો. અલબત્ત, આ વખતે તેણે મોઢા પરથી કાળાં ચશ્માં ઉતારીને કૅશિયર સાથે વાત કરેલી.

આ પણ વાંચો : આઇફલ ટાવર પાસે ઘાસથી 2000 ફુટ લાંબી હાથની સાંકળ બનાવાઈ

બૅન્કમાંના કૅમેરામાં તેનો ચહેરો અને આંખોનો રંગ પકડાઈ ગયો. એ જ કૅમેરામાં ખબર પડી કે તેના હાથમાં જે ગ્રેનેડ હતો એ અસલી નહીં, પણ અવાકાડો શેપનો છે. પુરાવાઓના આધારે પોલીસે તેને ગણતરીના દિવસોમાં પકડી પાડ્યો હતો.

israel offbeat news hatke news