99 વર્ષનાં આ માજી છે વિશ્વનાં સૌથી મોટી વયનાં પાઇલટ

31 July, 2020 07:09 AM IST  |  America | Gujarati Mid-day Correspondent

99 વર્ષનાં આ માજી છે વિશ્વનાં સૌથી મોટી વયનાં પાઇલટ

99 વર્ષનાં પાઇલટ

ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં વિશ્વનાં સૌથી મોટી ઉંમરનાં પાઇલટ અને ફ્લાઇટ-ઇન્સ્ટ્રક્ટર તરીકેનો વિક્રમ કૅલિફૉર્નિયાનાં રોબિના અસ્તિના નામે નોંધાયો છે. પાઇલટ બનવા માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વાસ્તવલક્ષી પાઠ-પ્રૅક્ટિકલ લેસન ભણાવવા ૯૯ વર્ષનાં રોબિનાએ જાતે વિમાન ઉડાડ્યું હતું. ગયા રવિવારે રિવરસાઇડ મ્યુનિસિપલ ઍરપોર્ટ પર નેક્સ્ટજેન ફ્લાઇટ ઍકૅડેમીના વિદ્યાર્થીઓને રોબિનાએ ફ્લાઇટ-લેસન ભણાવ્યું ત્યારે સૌ આશ્ચર્ય પામ્યા હતા. રોબિનાને લોકોને પૃથ્વીથી ઊંચાઈ પર પહોંચવાનો અનુભવ કરાવવામાં આનંદ પ્રાપ્ત થાય છે. અગાઉ વિશ્વના સૌથી મોટી ઉંમરના પાઇલટનો રેકૉર્ડ ગિનેસ બુકમાં અમેરિકાના આયોવા સ્ટેટના રહેવાસીના નામે નોંધાયો હતો.

offbeat news hatke news international news