ઇટલીના આ દાદા 96 વર્ષે ગ્રૅજ્યુએટ થયા

03 August, 2020 08:17 AM IST  |  Italy | Gujarati Mid-day Correspondent

ઇટલીના આ દાદા 96 વર્ષે ગ્રૅજ્યુએટ થયા

આ દાદા 96 વર્ષે ગ્રૅજ્યુએટ થયા

શીખવાની ઉંમરને સીમાડા નથી નડતા એમ કહેવાય છે. આ ઉક્તિને સાર્થક કરી છે ઇટલીના ૯૬ વર્ષના ગ્યુસેપ પેટર્નો નામના દાદાએ. ૯૬ વર્ષની વયે તેમણે પાર્લોમી યુનિવર્સિટીમાંથી હિસ્ટરી અને ફિલોસૉફીના વિષય સાથે ગ્રૅજ્યુએશનની ડિગ્રી મેળવી ગ્યુસેપ વિશ્વના સૌથી મોટી વયના સ્ટુડન્ટ બન્યા છે. ગયા અઠવાડિયે તેમણે તેમના કરતાં અડધી ઉંમરના સહાધ્યાયીઓ સાથે સ્નાતકની ડિગ્રી મેળવી હતી.

રેલવેના કામદાર રહી ચૂકેલા આ દાદા ગરીબ પરિવારમાંથી આવતા હોવાથી શિક્ષિત થવાનું પોતાનું સપનું પૂરું કરી શક્યા નહોતા. જોકે ૯૦ વર્ષના થવા છતાં પોતાનું સ્વપ્ન ન ભૂલતાં તેમણે ૨૦૧૭માં ત્રણ વર્ષનો ડિગ્રી કોર્સ પૂરો કરવાના હેતુથી યુનિવર્સિટીમાં નામ દાખલ કર્યું. એવામાં કોવિડને કારણે કૉલેજ બંધ થતાં તેમણે લૅપટૉપ પર ભણવાનું શરૂ કરવું પડ્યું, જે તેમને માટે ચોક્કસ પડકારરૂપ હતું છતાં તમામ અવરોધોને પાર કરીને તેમણે સ્નાતકની ડિગ્રી મેળવી જ લીધી.

italy offbeat news hatke news international news