ઊનથી ગૂંથેલી હૉસ્પિટલ દ્વારા કોવિડ માટે ભંડોળ ઊભું કરવા માગે છે આ દાદી

31 May, 2020 08:25 AM IST  |  Britain | Gujarati Mid-day Correspondent

ઊનથી ગૂંથેલી હૉસ્પિટલ દ્વારા કોવિડ માટે ભંડોળ ઊભું કરવા માગે છે આ દાદી

ઊનથી ગૂંથેલી હૉસ્પિટલ

બ્રિટનનાં ૯૧ વર્ષનાં દાદીમા ભરતગૂંથણના સોયાની મદદથી નૅશનલ હેલ્થ સર્વિસ માટે  ભંડોળ ઊભું કરવાની આકાંક્ષા રાખે છે. માર્ગારેટ સીમેન નામનાં ગ્રેટ-ગ્રેટ ગ્રૅન્ડ મધર  હેલ્થ વર્કર્સના અભિવાદન માટે બ્રિટનમાં મશહૂર ફ્લોરેન્સ નાઇટિંગલ હૉસ્પિટલ્સની પ્રતિકૃતિ ઊનની ગૂંથણી દ્વારા બનાવવા સક્રિય થયાં છે.

માર્ગારેટ સીમેને તેમના એ પ્રોજેક્ટને ‘નીટિન્ગલ’ (Knittingale) નામ આપ્યું છે. એ પ્રોજેક્ટ માટે તેઓ મધરાત સુધી મહેનત કરે છે. કોરોના વાઇરસના દરદીઓની વધતી સંખ્યાને પહોંચી વળવા માટે જે ઝડપથી ટેમ્પરરી ક્રિટિકલ કૅર સેન્ટર્સ ઊભાં કરાય છે, એટલી ઝડપથી નીટિન્ગલ હૉસ્પિટલની પ્રતિકૃતિ બનાવવાનું કામ માર્ગારેટ સીમેન કરી રહ્યાં છે. એ પ્રોજેક્ટ દ્વારા ૫૦૦૦ પાઉન્ડ્સ (અંદાજે ૪.૬૩ લાખ રૂપિયા)નું ભંડોળ ઊભું કરવાનું દાદીમાનું લક્ષ્ય છે. પ્રોજેક્ટમાં બાળકો અને મોટેરાઓના અલગ વૉર્ડ્સ સહિત ચાર વૉર્ડ્સ, ક્લિનિક, રિસેપ્શન, કૉફી શૉપ, ઇમર્જન્સી વૉર્ડ વગેરે બાબતાનો સમાવેશ પણ છે. એમાં ઊનથી જ ગૂંથેલી પથારીઓ, સાધનો, પેશન્ટ્સ, નર્સ અને ડૉક્ટર્સ પણ બનાવ્યાં છે.

offbeat news hatke news covid19