ચીડવતા સહાધ્યાયીઓથી કંટાળીને 9 વર્ષની કિશોરીએ બનાવી ઍન્ટિ બુલિંગ ઍપ

11 February, 2020 07:44 AM IST  |  Shillong

ચીડવતા સહાધ્યાયીઓથી કંટાળીને 9 વર્ષની કિશોરીએ બનાવી ઍન્ટિ બુલિંગ ઍપ

આ 9 વર્ષની કિશોરીએ બનાવી ઍન્ટિ બુલિંગ ઍપ

શિલૉન્ગમાં સ્કૂલમાં ભણતી ૯ વર્ષની એક બાળકીએ સહાધ્યાયીઓ દ્વારા વારંવાર ચિડાવાથી કંટાળીને એક એવી ઍન્ટિ બુલિંગ મોબાઇલ-ઍપ તૈયાર કરી છે જે પીડિતાને આવી ઘટનાઓ વિશે સંબંધિત અધિકારીઓને છૂપી રીતે ફરિયાદ કરવાની સુવિધા આપે છે.

ચોથા ધોરણમાં ભણતી મજોવને નર્સરી સ્કૂલથી જ અન્ય બાળકો ચીડવતાં રહેતાં હતાં, જેની અસર તેના સ્વાસ્થ્ય પર પણ પડવા લાગી હતી. આ પ્રકારની માનસિકતાથી તેને એટલીબધી નફરત હતી કે તે અન્ય બાળકો આનો શિકાર ન બને એ માટે શું કરવું એ વિચારતી રહેતી હતી.

ટૂંક સમયમાં આ ઍપ ગૂગલ પ્લેસ્ટોર પર ઉપલબ્ધ થશે, જે પીડિતોને પોતાની ફરિયાદ અને પરેશાન કરનાર વ્યક્તિ વિશેની માહિતી પોતાની ઓળખ છતી કર્યા વિના જ શિક્ષકો, પરિવારજનો કે મિત્રો સુધી પહોંચાડવામાં મદદરૂપ બનશે.

આ પણ વાંચો : કૅન્સરના દર્દીઓની અધૂરી ઇચ્છા પૂરી થાય છે બૅન્ગલોરના કરુણાશ્રયમાં

આ બાળકીના પ્રયાસ બાદ મેઘાલયના શિક્ષણ વિભાગના પ્રધાન લક્ષ્મણ રિંબુઈએ કિશોરી અને તેનાં માતાપિતાની પણ પ્રશંસા કરતાં કહ્યું હતું કે મોટી થઈને આ છોકરી એક જવાબદાર નાગરિક બનશે. મજોવની મમ્મીએ જણાવ્યા મુજબ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં તેણે ઍપ ડેવલપમેન્ટ કોર્સમાં ઍડ્મિશન લીધું હતું અને થોડા મહિનામાં તે ઍપ બનાવતાં શીખી ગઈ હતી.

shillong offbeat news hatke news