૮૧ વર્ષે આ દાદીમા બની ગયા છે સોશ્યલ મીડિયાના ફિટનેસ-સ્ટાર

28 February, 2021 08:49 AM IST  |  Germany | Gujarati Mid-day Correspondent

૮૧ વર્ષે આ દાદીમા બની ગયા છે સોશ્યલ મીડિયાના ફિટનેસ-સ્ટાર

એરિકા રિશ્કો

કોરોના વાઇરસને કારણે જ્યારે જર્મનીમાં લૉકડાઉન લાગુ પડ્યું એ સમયે ટિક ટૉક પર પોતાનો પહેલો જ વિડિયો પોસ્ટ કરનારાં ૮૧ વર્ષનાં એરિકા રિશ્કોએ ત્યાર બાદથી અત્યાર સુધી ટિક ટૉક પર ૧૦૦ કરતાં વધુ વિડિયો પોસ્ટ કર્યા છે, જેમાં તે ક્યારેક પોતાના પતિ સાથે ડાન્સ કરતાં હોય છે તો ક્યારેક એક્સરસાઇઝ કે પૂલ-અપ્સ કરતાં હોય છે. પોતાના વિડિયો દ્વારા એરિકા રિશ્કો લોકોને ઉંમરની ચિંતા છોડીને સ્વસ્થ રહેવા પ્રેરિત કરે છે.

આટલા ટૂંકા સમયમાં ટિક ટૉક પર તેના સવા લાખ ફૉલોઅર્સ છે. અમુક વિડિયોમાં તો આ માજીએ તેમના કરતાં ઘણા નાના યુવાનોએ આપેલી ફિટનેસ-ચૅલેન્જ પણ પૂરી કરી બતાવે છે. તેમનું કહેવું છે કે ફિટનેસ-સેશન્સ અને ડાન્સ શરૂ કર્યા બાદ પહેલાં કરતાં વધુ સ્ફૂર્તિ અને તાજગી અનુભવાય છે.

offbeat news international news germany tiktok