આઠ વર્ષની બાળકીનું વૃદ્ધાવસ્થાને કારણે મૃત્યુ થયું

17 February, 2020 08:00 AM IST  |  Ukraine

આઠ વર્ષની બાળકીનું વૃદ્ધાવસ્થાને કારણે મૃત્યુ થયું

આઠ વર્ષની બાળકીનું વૃદ્ધાવસ્થાને કારણે મૃત્યુ

‘પા’ ફિલ્મમાં અમિતાભ બચ્ચને પ્રોજેરિયા નામના રૅર જોવા મળતા રોગના દરદીનો રોલ કરલો. આ રોગ ધરતી પરના દુર્લભ જેનેટિક ડિસઑર્ડરમાં એક છે. પ્રતિ બે કરોડ બાળકોમાંથી કોઈ એકને આ બીમારી થાય છે. મતલબ કે ધરતી પર હજી આ બીમારીથી પીડિત ૧૬૦ રોગીઓ છે. એના નામની આઠ વર્ષની પ્રોજેરિયાથી પીડિત બાળકીનું મૃત્યુ થયું છે. જીવનના અંતિમ દિવસોમાં તેનાં આંતરિક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ રોગથી પીડિત બાળકોનું એક વર્ષ સામાન્ય બાળકોનાં આઠથી દસ વર્ષ જેટલું હોય છે. આમ આઠ વર્ષની બાળકીનું શરીર ૮૦ વર્ષની વૃદ્ધા જેવું થઈ ગયું હતું. ૮ વર્ષની વયે એનાનું વજન માત્ર ૭.૭ કિલો હતું.

આ પણ વાંચો : ઑલિમ્પિકની તૈયારીમાં જિમ્નૅસ્ટ પિતાને મળ્યો છે 11 મહિનાની દીકરીનો સાથ

વૉલિન રીજનલ ચિલ્ડ્રન મેડિકલ કૉમ્પ્લેક્સમાં એનાની સારવાર કરી રહેલી ડૉક્ટર નાદેજ્દા કૅટામૅને કહ્યું હતું કે આવાં બાળકોનાં હાડકાં ઘણી ઓછી ઝડપે વધતાં હોય છે. તેમને ઘણા હુમલા આવતા હોય છે. એનાને પણ અનેક સ્ટ્રોક અને લકવાનો હુમલો આવ્યો હતો. ગયા મહિને જાન્યુઆરીમાં જ તેનો જન્મદિવસ હતો, પરંતુ તે ખૂબ જ નબળાઈ મહેસૂસ કરતી હતી.

ukraine offbeat news hatke news