બાવન દેશોના 7000 પિયાનોવાદકોએ ઑનલાઇન કૉન્સર્ટ કરી

29 July, 2020 07:28 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાવન દેશોના 7000 પિયાનોવાદકોએ ઑનલાઇન કૉન્સર્ટ કરી

52 દેશોના 7000 પિયાનોવાદકો

એક ઍપ તરફથી નવોદિત પિયાનોવાદકોને ‘યુ રેઇઝ મી અપ’ સૉન્ગ શીખવાનું ખુલ્લું આમંત્રણ આપવામાં આવ્યું હતું. એ ઑનલાઇન આમંત્રણને ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. એ ઍપ ક્રીએટ કરનારા પ્લેગ્રાઉન્ડ સ્ટેશન પાસે એકસાથે પ્રસારણના વિડિયો એકઠા થયા છે. પ્લેગ્રાઉન્ડ સ્ટેશન્સના એ પ્રયોગે વિશ્વના સૌથી મોટા વર્ચ્યુઅલ રિસાઇટલ કે વર્ચ્યુઅલ કૉન્સર્ટનું રૂપ ધારણ કર્યું હતું.

આ પણ વાંચો : જોઈ લો, અવકાશયાન પરથી સૂર્યોદય આવો દેખાય છે

પ્લેગ્રાઉન્ડ સ્ટેશન્સના ચીફનું કહેવું છે કે ‘અમારા આમંત્રણને માન આપીને ‘યુ રેઇઝ મી અપ’ સૉન્ગ શીખવામાં બાવન દેશોના ૭૦૦૦ લોકો સહભાગી થયા હતા. એમાંથી લગભગ ૧૦ જેટલા પિયાનોવાદકોએ તેમના વિડિયો અમને આપ્યા હતા. એ બધા વિડિયોને એડિટ કરીને સુસંયોજિત રૂપે ગોઠવવામાં આવ્યા છે.’

offbeat news hatke news international news