70 પંખીઓ ભેગા મળીને ગિટાર વગાડે તો કેવી સુંદર ધૂન બને?

20 October, 2020 07:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

70 પંખીઓ ભેગા મળીને ગિટાર વગાડે તો કેવી સુંદર ધૂન બને?

70 પંખીઓ ભેગા મળીને ગિટાર વગાડે છે

પંખીઓનો કલરવ બહુ સૂરીલો અને કર્ણપ્રિય હોય છે, પણ શું તેમને સંગીતનું વાદ્ય વગાડતાં આવડે ખરું? ના જ આવડે. જોકે સોશ્યલ મીડિયા પર રૉક ઍન્ડ રોલ નામના યુઝર દ્વારા અનોખું આર્ટ ઇન્સ્ટૉલેશન લગાવવામાં આવ્યું છે. આ ઇન્સ્ટૉલેશનમાં ખરેખર પંખીઓ ભેગા મળીને એક સંગીતની રચના કરી રહ્યા છે. એક હૉલમાં કેટલાક ઇલેક્ટ્રોનિક ગિટાર છૂટાંછવાયાં મૂકી દેવામાં આવ્યા છે. એ હૉલમાં ઝેબ્રા ફિન્ચ નામના ચકલીથી થોડીક મોટી સાઇઝના લગભગ ૭૦ પંખીઓ છોડવામાં આવ્યા છે. પંખીઓ અહીંતહીં ઊડીને ગિટારના વિવિધ ભાગો પર બેસે છે. પંખીના બેસવાથી ચોક્કસ સૂર છેડાય છે. ૭૦ પંખીઓ એકસાથે અલગ-અલગ સૂર છેડે છે અને ચોક્કસ ધૂન પેદા થાય છે. એ હૉલમાં માઇક રાખવામાં આવ્યા છે જેના સ્પીકર બહાર સુધી ગિટારની ધૂન પહોંચાડે છે. આ ધૂનમાં કોઈ ચોક્કસ રિધમ કે નથી, પરંતુ જે અટપટુ સંગીત સર્જાય છે એ પણ કાનને સુકૂન આપે એવું છે. 

offbeat news hatke news international news