બે વર્ષ સુધી ભરાયેલો રહ્યો લેગોનો પીસ, છીંકવાથી નીકળી ગયો

19 August, 2020 10:01 AM IST  |  New Zealand | Gujarati Mid-day Correspondent

બે વર્ષ સુધી ભરાયેલો રહ્યો લેગોનો પીસ, છીંકવાથી નીકળી ગયો

સાત વર્ષનો છોકરો

લેગોની રમત નાના-મોટા સૌને પસંદ આવે એવી છે. ગમે તે ઉંમરે પણ તમે લેગો બ્રિક્સ લઈને કંઈક બનાવવા બેસો તો ક્યાં કલાકો નીકળી જાય એની ખબર જ ન પડે. જોકે આ બ્રિક્સથી રમતી વખતે બાળકોને નાની-મોટી ઇજા ન થાય એનું ધ્યાન રાખવું પડશે. ન્યુ ઝીલૅન્ડમાં સાત વર્ષના એક છોકરાની લેગોની ગેમમાંથી એક પીસ ૨૦૧૮ની સાલમાં ખોવાઈ ગયેલો. એને શોધવાની ઘણી કોશિશ કરી, પણ ક્યાંય ન મળ્યો. સમીર અન્વર નામના બાળક સાથે આ ઘટના ઘટેલી. તેને ખબર પણ નહોતી કે તેણે ભૂલથી લેગોનો પીસ નાકમાં નાખી દીધો છે. નાખ્યા પછી તેને નાકમાં દુખાવો થયો જ નહોતો અને એને કારણે તે પોતે પણ ભુલી ગયેલો કે લેગો બીજે કયાંય નહીં, પણ તેને પોતાના નાકમાં છે.

બે દિવસ પહેલાં સમીર કપકેક્સની પ્લેટ લઈને રમી રહ્યો હતો અને સૂંઘવા જતાં તેને લાગ્યું કે કેકના ટુકડા ઊડીને તેના નાકમાં જતા રહ્યા છે. નાકમાંથી એને કાઢવા માટે તેણે નાક છીંકવાની કોશિશ કરી, પણ નાકમાં દુખાવો થવા લાગ્યો. તેનો દુખાવો વધતાં તેણે મમ્મીને બોલાવી. મમ્મીએ તેને અવાજ કરીને નાક સાફ કરતાં શીખવ્યું તો તો જોરથી એમાંથી બ્લૅક કલરનો લેગોનો પીસ નીકળી આવ્યો. એ જોઈને મા-દીકરો નવાઈ પામ્યા. આશ્ચર્ય એ વાતનું છે કે બે વર્ષ સુધી આ પીસ નાકમાં રહ્યો ત્યાં સુધી તેને કોઈ જ તકલીફ નહોતી થઈ.

offbeat news hatke news new zealand