બૅન્ગલોરનાં 62 વર્ષનાં દાદી જીત્યાં મિસિસ ગ્રૅન્ડમા અર્થ 2020નું ટાઇટલ

01 February, 2020 07:31 AM IST  |  Bangalore

બૅન્ગલોરનાં 62 વર્ષનાં દાદી જીત્યાં મિસિસ ગ્રૅન્ડમા અર્થ 2020નું ટાઇટલ

‘મિસિસ ગ્રૅન્ડમા અર્થ 2020’

આ દુનિયાની કોઈ પણ વ્યક્તિના શોખ અને તેની સિદ્ધિને ઉંમર સાથે કોઈ લેવા-દેવા હોતી નથી. બૅન્ગલોરનાં ૬૨ વર્ષનાં આરતી ચટલાનીએ ‘મિસિસ ગ્રૅન્ડમા અર્થ ૨૦૨૦’નું ટાઇટલ પોતાના નામે કર્યું છે. બલ્ગેરિયામાં ૧૯ જાન્યુઆરીથી ૨૩ જાન્યુઆરી દરમ્યાન ગ્રૅન્ડમા યુનિવર્સ પેજન્ટનું આયોજન થયું હતું એમાં આરતીબહેન ‘મિસિસ ગ્રૅન્ડમા અર્થ’ બન્યાં છે. આરતીબહેન ૨૦૧૯માં ‘મિસિસ ગ્રૅન્ડમા ઇન્ડિયા’ બન્યાં હતાં.

ગ્રૅન્ડમા અર્થનું ટાઇટલ જીતવા પર આરતીદાદીનું કહેવું છે કે ‘હું ઇચ્છું છું કે આ દુનિયાની દરેક દાદીએ આવી પ્રેરણા આપતી સ્પર્ધામાં ભાગ લેવો જોઈએ. મને આ સ્પર્ધા માટે મારા પૌત્રોએ પ્રૅક્ટિસ કરાવી હતી. ત્રણેય રાઉન્ડમાં સરસ પર્ફોર્મન્સ આપવા બદલ હું ઘણી ખુશ છું.’

આ પણ વાંચો : વિશ્વમાં સૌથી વૃદ્ધ મનાતી 126 વર્ષની મહિલાનું તજિકિસ્તાનમાં મૃત્યુ

આ બ્યુટી પેજન્ટના આયોજક દુનિયાને બતાવવા માગે છે કે દરેક ગ્રૅન્ડમધર જવાબદારીઓનું વહન કર્યા પછી પણ એટલી જ સુંદર હોય છે.

bengaluru offbeat news hatke news bulgaria