ડીફ્યુઝ કરવાના પ્રયાસમાં 5400 કિલોનો બૉમ્બ ફાટતાં સમુદ્રમાં સુનામી આવી

15 October, 2020 07:37 AM IST  |  Poland | Gujarati Mid-day Correspondent

ડીફ્યુઝ કરવાના પ્રયાસમાં 5400 કિલોનો બૉમ્બ ફાટતાં સમુદ્રમાં સુનામી આવી

5400 કિલોનો બૉમ્બ ફાટતાં સમુદ્રમાં સુનામી આવી

પોલૅન્ડમાં ૭૫ વર્ષ જૂના મહાવિનાશકારી એક બૉમ્બને ડીફ્યુઝ કરવા જતાં એ ફાટી ગયો હતો. ૫૪૦૦ કિલોનો આ બૉમ્બ બ્રિટનની રૉયલ ઍર ફોર્સ દ્વારા બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન એટલે કે લગભગ ૧૯૪૫માં પોલૅન્ડમાં નાખવામાં આવ્યો હતો. આ મહાબૉમ્બને ડીફ્યુઝ કરવા માટે આસપાસના વિસ્તારના હજારો લોકોને દૂર લઈ જવામાં આવ્યા હતા. પોલૅન્ડની નૌસેનાનું કહેવું હતું કે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન બનાવાયેલા બે મહાકાય બૉમ્બ મળ્યા જેને સોમવારે ડીફ્યુઝ કરતાં પહેલાં બાલ્ટિક સમુદ્રની એક કનૅલની અંદર લઈ જવામાં આવ્યો હતો. ડીફ્યુઝનની પ્રક્રિયા દરમ્યાન બૉમ્બ ફાટે એવી સંભાવનાઓ ૫૦-૫૦ ટકા જેટલી હતી. આ બૉમ્બ જ્યાં ફેંકાયો હતો એ જગ્યા બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન જર્મનીનો હિસ્સો હતી.

જ્યારે આ બૉમ્બ સમુદ્રમાં ફાટ્યો ત્યારે એનો ઝટકો આખા શહેરના વિવિધ ભાગોમાં અનુભવાયો હતો. વિસ્ફોટ વખતે પાણીમાં ઊઠેલી લહેર જાણે સુનામી આવી હોય એટલી ઊંચી ઊછળી હતી.

આ બૉમ્બનું વજન ૫૪૦૦ કિલો હતું અને એની લંબાઈ ૧૯ ફુટ જેટલી હતી. એની અંદર કુલ ૨૪૦૦ કિલો વિસ્ફોટક ભરેલા હતા. ડીફ્યુઝ કરતી વખતે એને પાણીની અંદર બાર મીટર ઊંડે રાખવામાં આવ્યો હતો. જો આ બૉમ્બ જમીન પર ફાટ્યો હોત તો એ કેટલો ઘાતક હોત એની કલ્પના પણ રુંવાડાં ખડાં કરી દે એવી છે. જોકે હવે આ ખતરો નથી.

poland offbeat news hatke news international news