ચીનમાં ભૂતપૂર્વ મેયરના ઘરમાંથી મળી 11793 કિલો વજનની સોનાની ઇંટો

30 September, 2019 10:22 AM IST  |  ચીન

ચીનમાં ભૂતપૂર્વ મેયરના ઘરમાંથી મળી 11793 કિલો વજનની સોનાની ઇંટો

ચીનમાં ભૂતપૂર્વ મેયરના ઘરમાંથી મળી સોનાની ઇંટો

જે રીતે ભારતમાં ભ્રષ્ટાચાર વ્યાપક છે એ રીતે ચીનમાં પણ અમુક અંશે ભ્રષ્ટાચાર છે. ફરક એટલો છે કે ચીનમાં જો કોઈ ભ્રષ્ટાચાર કરતાં પકડાય તો તેને આકરી સજા થાય છે, જ્યારે ભારતમાં મોટાં માથાં પકડાયા પછી પણ છૂટી જાય છે.

ચીનમાં ડનઝોઉ પ્રાંતમાં એક ભૂતપૂર્વ મેયર જાંગ ક્વીના ઘરમાંથી પોલીસને ૪૭૦૦ કરોડ રૂપિયાની કિંમતની ૧૧,૭૯૩ કિલો વજનની સોનાની ઈંટો હાથ લાગ્યા બાદ ખળભળાટ મચી ગયો છે.

જાંગનું ઘર હજારો સ્ક્વેર ફુટમાં ફેલાયેલું છે, જેમાં જાંગે લાંબા સમયથી સોનાની ઈંટો છુપાવી હતી. પોલીસને આ વિશે જાણકારી મળ્યા બાદ તેમના ઘર પર દરોડો પાડ્યો હતો. એ દરમ્યાન બેઝમેન્ટમાંથી સોનાની ઈંટોનો મોટો જથ્થો મળી આવ્યો હતો. સાથોસાથ પોલીસને મોટા પાયે રોકડ રકમ પણ મળી હતી.

આ પણ વાંચો : ફરી એક વાર 20 મિનિટમાં 42 માળ ચડી ગયો આ ફ્રેન્ચ સ્પાઇડરમૅન

જોકે હવે ભૂતપૂર્વ મેયરની ધરપકડ કરવામાં આવી છે. સ્થાનિક મીડિયાનું કહેવું છે કે ભૂતપૂર્વ મેયરે વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરીને સોનું અને બીજી મિલકતો વસાવી છે એને કારણે હવે મેયર જાંગને મોતની સજા પણ થઈ શકે છે.

china offbeat news hatke news