ગેર-ઇસ્લામિક સ્ટાઇલમાં દાઢી કાપનાર ચાર હેરડ્રેસર પર પોલીસે લગાવ્યો દંડ

07 October, 2019 08:39 AM IST  |  મુંબઈ

ગેર-ઇસ્લામિક સ્ટાઇલમાં દાઢી કાપનાર ચાર હેરડ્રેસર પર પોલીસે લગાવ્યો દંડ

હેરડ્રેસરને મળી સજા

પાકિસ્તાનના કેટલાક વિસ્તારોમાં મુસ્લિમ રીતરિવાજોનું એટલું સખત પાલન કરવું પડે છે કે એમાં તમે મુસ્લિમ સ્ટાઇલની ન હોય એવી દાઢી પણ નથી રાખી શકતા. ખૈબર પખ્તૂનખ્વા વિસ્તાર એમાંનો એક છે. ચારસદા જિલ્લામાં વેપારીઓ, નાઇ, દુકાનદારો અને કોઈ પણ પ્રકારના સંગઠનોએ ગેર-ઇસ્લામિક કહેવાય એવું કામ કરવા પર પ્રતિબંધ છે. અલબત્ત, આ પ્રતિબંધ અઘોષિત હોવા છતાં એનું કડક પાલન થાય છે. સમીન નામના એક નાઇને આ જ કારણોસર પકડવામાં આવ્યો છે અને તેની પાસેથી દંડ પણ વસૂલવામાં આવ્યો. સમીનને પહેલાં તો પોલીસે પૂછ્યું હતું કે તું કેમ સ્ટાઇલિશ દાઢી કેમ સેટ કરી આપે છે? ઇસ્લામમાં એની મનાઈ છે. સમીનનું કહેવું છે કે થોડાક દિવસ પહેલાં જ તમામ હેરડ્રેસરોને જાણ થઈ હતી કે ઇસ્લામમાં પરવાનગી ન હોય એ મુજબની હેરસ્ટાઇલ કે દાઢી કરી આપવા પર અહીં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. એમ છતાં સમીને એ કામ ચાલુ રાખતાં પોલીસે તેને પહેલાં તો પકડ્યો હતો અને પછી પાંચ હજારનો દંડ વસૂલીને ફરીથી આવું નહીં કરવાની ચેતવણી આપીને છોડી દીધો હતો. સમીન જેવા ચાર હેરડ્રેસર્સને આવો દંડ થયો હતો.

pakistan offbeat news hatke news