દરિયાકાંઠે તણાઈ આવી વ્હેલ

11 April, 2021 08:34 AM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

વ્હેલ ૩૫ ફુટ લાંબી અને પાંચ ફુટ પહોળી હતી

તસવીર: પી.ટી.આઇ. અને એ.એફ.પી.

દરિયાનું સસ્તન વર્ગનું પ્રાણી ગણાતી વ્હેલ શુક્રવારે બંગલા દેશના કોક્સ બજાર દરિયાકાંઠે મળી આવી હતી, જે ૩૫ ફુટ લાંબી અને પાંચ ફુટ પહોળી હતી. ૨૦૦૮ બાદ પહેલી વખત અહીં વ્હેલ મૃત્યુ પામેલી હાલતમાં મળી હતી. બીજી તરફ અમેરિકાના સૅન ફ્રાન્સિસ્કોના દરિયાકાંઠે પણ ગયા અઠવાડિયે ચાર વ્હેલ મરણ પામેલી હાલતમાં દરિયા કાઠે મળી આવી હતી. એ પૈકી એકનું વહાણ સાથે અથડાતાં મોત થયું હતું. બાકીની ત્રણનાં મોતની તપાસ ચાલી રહી છે. 

offbeat news bangladesh