ઍન્ગ્રી બર્ડ જેવા શેપનું માટીનું શિલ્પ મળ્યું, જે છે 3000 વર્ષ જૂનું

01 August, 2020 07:20 AM IST  |  China | Gujarati Mid-day Correspondent

ઍન્ગ્રી બર્ડ જેવા શેપનું માટીનું શિલ્પ મળ્યું, જે છે 3000 વર્ષ જૂનું

ઍન્ગ્રી બર્ડ જેવા શેપનું માટીનું શિલ્પ

ચીનની સિચુઆન પ્રોવિન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચરલ રેલિક્સ ઍન્ડ આર્કિયોલૉજીએ કરેલા ખોદકામમાં માટીનું શિલ્પ મળ્યું છે. એ શિલ્પ ૩૦૦૦ વર્ષ જૂનું હોવાનું કહેવાઈ રહ્યું છે. જોકે માટીનું બનેલું નાજુક શિલ્પ હજારો વર્ષ કેવી રીતે ટકી રહ્યું એ સવાલ સૌના મનમાં ઊપજે છે. હાથની મુઠ્ઠીના કદના એ શિલ્પનો દેખાવ પૉપ્યુલર વિડિયો ગેમ ઍન્ગ્રી બર્ડમાં જે ઍનિમલ દેખાય છે એના જેવો છે. ચીનના ગ્યુઆન્ગન પ્રાંતની એક જગ્યાએ ૫૦૦૦ વર્ષ પૂર્વે કોઈ આદિવાસી વસાહત હોવાની સંશોધકોની ધારણાના આધારે ત્યાં ખોદકામ કરવામાં આવ્યું હતું. ૭૦૦૦ ચોરસ મીટર જગ્યામાં ખોદકામ નક્કી કરવામાં આવ્યું છે. એમાંથી સાડાચાર હજાર મીટરના ખોદકામમાં ઉક્ત માટીના શિલ્પ ઉપરાંત વાસણ, પ્યાલા, તાંબાના સિક્કા, શુકન અને શુભ-અશુભનાં ચિહ્‍નો જેવી અનેક વસ્તુઓ મળી છે. 

international news offbeat news hatke news china