1 બાળકના પિતા તરીકે ૩ પુરુષોએ દાવો ઠોક્યો

25 July, 2019 09:16 AM IST  |  કલકત્તા

1 બાળકના પિતા તરીકે ૩ પુરુષોએ દાવો ઠોક્યો

પ્રતીકાત્મક તસવીર

કલકત્તાની એક પ્રાઇવેટ હૉસ્પિટલમાં એક ગર્ભવતી મહિલાને એક યુવક દાખલ કરી ગયો. આ યુવકે હૉસ્પિટલના રેકૉર્ડમાં એવું નોંધાવ્યું કે તે આ મહિલાનો પતિ છે. ડૉક્ટરોએ મહિલાનું સિઝેરિયન કર્યું અને સરસ મજાની દીકરીને જન્મ આપ્યો. જોકે દીકરી હજી બહાર આવે એ પહેલાં બીજી એક વ્યક્તિ હૉસ્પિટલ પહોંચી અને તેણે દાવો કર્યો કે તે આ દીકરીનો પિતા છે. આ વ્યક્તિએ મહિલા સાથે લગ્ન થયા હોવાનું સર્ટિફિકેટ પણ રજૂ કર્યું અને દીકરીના પિતા તરીકે સર્ટિફિકેટમાં પોતાનું નામ નોંધવા કહ્યું. આ મામલે હૉસ્પિટલે પોલીસને જાણ કરી. જોકે આ મામલો પોલીસ સુધી પહોંચે એ પહેલાં તો ત્રીજી વ્યક્તિ ઊગી નીકળી અને તેણે પણ મહિલાના પતિ હોવાનો દાવો કર્યો. પોલીસે તપાસ કરી અને મહિલાની પૂછતાછ કરી તો તેણે સ્વીકાર્યું કે લગ્ન-સર્ટિફિકેટ રજૂ કરનાર વ્યક્તિ સાથે તેનાં લગ્ન થયાં છે.

આ પણ વાંચો : આસમાનમાંથી પડ્યો રહસ્યમય પત્થર, ચુંબક પણ ચિપકી જાય છે

લગ્ન પહેલાં જ તે ગર્ભવતી થઈ હોવાથી તેણે લગ્ન કરવાનો ઇન્કાર કરી દીધેલો. પોલીસ ફરિયાદ થતાં તેણે લગ્ન કર્યાં પણ પરિવારે સ્વીકાર ન કર્યો હોવાથી બન્ને અલગ રહેતા હતા. હાલ મહિલા હૉસ્પિટલમાં છે અને પિતા હોવાનો દાવો કરનારા બે પુરુષોની તપાસ પોલીસ કરી રહી છે.

kolkata offbeat news hatke news