મૂક-બધિર યુવક સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાય એવી સંભાવના

12 February, 2020 10:02 AM IST  |  Madhya Pradesh

મૂક-બધિર યુવક સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાય એવી સંભાવના

૨૭ વર્ષનો મૂક-બધિર લાલુ

મધ્ય પ્રદેશના દનસારી ગામની પંચાયતમાં ૨૭ વર્ષનો એક મૂક-બધિર સરપંચ બનશે. કોઈ મૂક-બધિર યુવક કોઈ પદ માટે ચૂંટાય એવો આ દેશભરનો પ્રથમ કિસ્સો હશે. દનસારી ગામ ઇન્દોરથી ૪૦ કિલોમીટરના અંતરે આવેલું છે અને એની વસ્તી આશરે ૧૦૦૦ લોકોની છે. આ ગામને હાલમાં જ ગ્રામપંચાયતનો હોદ્દો આપવામાં આવ્યો છે.

હાલમાં જ ગઠિત કરવામાં આવેલી દનસારી ગ્રામ પંચાયતમાં સરપંચનું પદ અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે અનામત રાખવામાં આવ્યું છે, જેને કારણે લાલુની કિસ્મત પલટાઈ ગઈ છે. દનસારી ગામનો ૨૭ વર્ષનો મૂક-બધિર લાલુ અનુસૂચિત જનજાતિનો છે.

આ પણ વાંચો : ચ્યુઇંગ ગમના કચરામાંથી મિનિએચર પેઇન્ટિંગ્સ બનાવે છે આ આર્ટિસ્ટ

ગ્રામપંચાયતની ચૂંટણીનું સમયપત્રક હજી સુધી જાહેર નથી થયું, પરંતુ દનસારી ગામના લોકોને વિશ્વાસ છે કે ગ્રામપંચાયતની ચૂંટણીમાં લાલુ બિનહરિફ ચૂંટાશે, કારણ કે દનસારી ગામમાં લાલુ જ એકમાત્ર અનુસૂચિત જનજાતિનો ઉમેદવાર છે. લાલુ જ્યારે નાનો હતો ત્યારે જ તેનાં માતાપિતા મૃત્યુ પામ્યાં હતાં. ગામની પંચાયતની ચૂંટણીમાં ઝુકાવવા માટે લાલુ પણ ઘણો ઉત્સાહી છે. લાલુ અપરિણીત છે અને ખેતી કરીને ગુજરાન ચલાવે છે.

madhya pradesh offbeat news hatke news