સ્નો બોર્ડિંગના અકસ્માતે લકવાગ્રસ્ત બનાવ્યો, તો એ પછી...

23 September, 2020 07:05 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સ્નો બોર્ડિંગના અકસ્માતે લકવાગ્રસ્ત બનાવ્યો, તો એ પછી...

વ્હીલચૅર સ્કેટિંગ

સ્નો બોર્ડિંગનો જબરદસ્ત શોખ ધરાવતા ટોની થોગમાર્ટિન નામના ઍથ્લિટ માટે સ્નો બોર્ડિંગ જ જીવનની સૌથી મોટી ખુશી હતી. ૨૦૧૭ સુધી તો બધું બરાબર હતું, પણ એ વર્ષે સ્નો બોર્ડિંગના જ એક અકસ્માતમાં ટોનીના પગ નીચેના ભાગમાં પૅરૅલિસિસ થઈ ગયો. પચીસ વર્ષની ઉંમરે તે સાવ વ્હીલચેરને આધીન બની ગયો હતો. પરિવાર અને મિત્રોને એવું લાગ્યું કે ટૉનીની સ્પોર્ટ્સની કારકિર્દી પર પૂર્ણવિરામ મુકાઈ ગયું છે, પરંતુ મૂળ ઍડ્વેન્ચર સ્પોર્ટ્સનો જીવ હોવાથી એક નહીં તો બીજા ખેલમાં તે આગળ વધ્યો. ૩૦ દિવસની થેરપી લીધા પછી ટોનીએ વ્યાયામ અને સારવાર દ્વારા સાજા થઈ જવાના પ્રયાસ શરૂ કરી દીધા. શરૂ-શરૂમાં  તેને વ્હીલચેરમાં ઍડ્જસ્ટ થવામાં થોડો વખત લાગ્યો, પરંતુ વ્હીલચૅરમાં કમ્ફર્ટેબલ થઈ ગયા પછી ટોનીએ વ્હીલચૅર સ્કેટિંગની પ્રૅક્ટિસ શરૂ કરી. એકાદ વર્ષમાં ટોનીએ વ્હીલચૅર સ્કેટિંગમાં ઘણી કુશળતા હાંસલ કરી લીધી. બે વર્ષ પૂરાં થયા પછી હવે ટોની પોતે વ્હીલચૅર સ્કેટિંગની ટ્રેઇનિંગ આપે છે. 

offbeat news hatke news international news