૨૫ લાખ રૂપિયાનો આ રોબો-શેફ બનાવે છે ૫૦૦૦ પ્રકારની વાનગી

28 February, 2021 08:26 AM IST  |  Londo | Gujarati Mid-day Correspondent

૨૫ લાખ રૂપિયાનો આ રોબો-શેફ બનાવે છે ૫૦૦૦ પ્રકારની વાનગી

રોબો-શેફ

વેસ્ટ લંડનમાં સ્થાયી થયેલા રશિયન કમ્પ્યુટર સાયન્ટિસ્ટ માર્ક ઓલેનિકે ડિઝાઇન કરેલો કિચન-રોબો પૅન ઉઠાવવાથી માંડીને એક ગૃહિણી કરી શકે એ તમામ કામ ખૂબ સહેલાઈથી કરી શકે છે. રોબોમાંના ઑપ્ટિકલ કૅમેરા અને સેન્સર્સ એને વાનગી બનાવવા માટે જોઈતી વસ્તુ શોધવામાં સહાય કરે છે. ૨૫,૦૦૦ પાઉન્ડ એટલે કે અંદાજે ૨૫ લાખ રૂપિયાના રોબો-શેફને ઘરે લઈ આવવો જોઈએ, જે ૫૦૦૦ જેટલી અલગ-અલગ વાનગીઓ તૈયાર કરી શકે છે.

આવામાં સ્ટાર-શેફ અને રોબો-શેફમાં કોણ ચડિયાતું છે એ નક્કી કરવા માટે બન્ને પાસે ત્રણ વાનગીઓ તૈયાર કરાવી હતી. રોબોએ કંપનીના લંડનના મુખ્ય મથકે આ વાનગી તૈયાર કરી, જ્યારે એના પ્રતિસ્પર્ધી શેફ ઍન્થનીએ તેની નજીકમાં આવેલા એક વર્ક-સ્પેસમાં એ જ વાનગી બનાવી હતી. કોની વાનગી શ્રેષ્ઠ છે એ જજ કરવાનું કામ શેફ અને રેસ્ટોરાં ચલાવતાં જેન-ક્રિસ્ટોફે નૉવેલીને સોંપવામાં આવ્યું હતું. જજનું કહેવું છે કે રોબો આમ તો સારું રાંધી શકે છે, પરંતુ હજી એ હજી માનવીની તોલે ન આવી શકે.

offbeat news international news londo