આ બે વૃદ્ધ મહિલાએ 'હેલન'ના આ ગીત પર લગાવ્યા જોરદાર ઠુમકા, જુઓ વીડિયો

31 August, 2020 07:11 PM IST  |  New Delhi | Gujarati Mid-day Online Correspondent

આ બે વૃદ્ધ મહિલાએ 'હેલન'ના આ ગીત પર લગાવ્યા જોરદાર ઠુમકા, જુઓ વીડિયો

જુઓ આ વૃદ્ધ મહિલાનો જબરદસ્ત ડાન્સનો વીડિયો વાઈરલ

ટ્વિટર પર ઘણીવાર એવા ફની વીડિયોઝ હોય છે, જે એક જ ઝટકામાં વાઈરલ થઈ જતા હોય છે અને એવા વીડિયોઝ હોય છે, જે જોઈને તમે તરત જ ખુશખુશાલ થઈ જાઓ છો. હકીકતમાં તમે એને ફક્ત લૂપ કરીને જોઈ શકો છો. એવો જ એક વીડિયો ટ્વિટર પર સામે આવ્યો છે. એવામાં બે વૃદ્ધ મહિલાઓએ એક જૂની સુપરહિટ ફિલ્મના ગીત પર જબરદસ્ત ડાન્સ કર્યો છે અને વીડિયોમાં તેઓ ઘણા ખુશી અને સ્ફૂર્તીથી ડાન્સ કરતા દેખાઈ રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

@Peechetodekho નામના અકાઉન્ટે 15 સેકન્ડનો આ વીડિયો શૅર કર્યો છે, જે સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાઈરલ થઈ રહ્યો છે. બે વૃદ્ધ મહિલાએ સાડી પહેરીને રસ્તા વચ્ચે આશા ભોંસલેનું સુપરહિટ ગીત 1971માં આવેલું હેલનનું 'પિયા તૂ અબ તો આજા'...(Piya Tu Ab Toh Aaja) ગીત પર જોરદાર ઠુમકા લગાવીને ડાન્સ કરી રહી છે. એક વ્યક્તિ પણ એમના ડાન્સમાં સામેલ થઈ ગયો, પરંતુ આ વૃદ્ધ મહિલાનો કિલર સ્ટેપ્સ અને જોશ જોઈને તે પાછળ ચાલ્યો ગયો. 'પિયા તૂ અબ તો આજા' સૉન્ગ આર ડી બર્મને કમ્પોઝ કર્યું હતું અને આ ગીતમાં હેલને પણ જબરદસ્ત ડાન્સ કર્યો હતો. આ ગીત કાંરવા ફિલ્મનું છે. જેમાં જીતેન્દ્ર અને આશા પારેખ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા.

આ વીડિયોને 29 ઑગસ્ટના રોજ શૅર કરવામાં આવ્યો હતો, જેને અત્યાર સુધી 33 હજારથી વધારે વ્યૂઝ મળી ચૂક્યા છે. સાથે જ 1300 લાઈક્સ અને 285 લોકોએ આ ટ્વિટને રી-ટ્વિટ કર્યું છે. લોકોને આ વીડિયો ઘણો પસંદ આવી રહ્યો છે અને લોકો આ વીડિયો પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી રહ્યા છે.

offbeat news hatke news helen national news