1968ની આ ફોર્ડ મસ્ટાંગના ઊપજ્યા 28.77 કરોડ રૂપિયા

23 July, 2020 07:06 AM IST  |  | Gujarati Mid-day Correspondent

1968ની આ ફોર્ડ મસ્ટાંગના ઊપજ્યા 28.77 કરોડ રૂપિયા

ફોર્ડ મસ્ટાંગ

ફોર્ડ મસ્ટાંગ કારના ૧૯૬૫ના GT350R મૉડલની કાર તાજેતરમાં ૩.૮૫ મિલ્યન ડૉલર (અંદાજે ૨૮.૭૭ કરોડ રૂપિયા)ની કિંમતે વેચાઈ હતી. એ કાર ૨૦૧૯ની ફિલ્મ ફોર્ડ વર્સસ ફેરારીના પાત્ર કેન માઇલ્સના હાથમાં જોવા મળી હતી. ફિલ્મમાં એ પાત્ર ભજવનાર કલાકાર ક્રિશ્ચિયન બેઇલ હતો. કાર કલેક્શનના શોખીન જૉજોન એટ્ઝબેગના કલેક્શનની એ કાર રિપેર અને રિનોવેટ કર્યા પછી વેચવામાં આવી હતી. ઇન્ડિયાનાપોલિસના મેકુમ ઑક્શન્સમાં લીલામ દ્વારા એ કાર ૩.૫ મિલ્યન ડૉલર (અંદાજે ૨૬.૧૫ કરોડ રૂપિયા)ની કિંમતે વેચાઈ હતી, પરંતુ કરવેરા અને વિવિધ ફી સહિત અન્ય ખર્ચ સાથે એ રકમ ૩.૮૫ મિલ્યન ડૉલર સુધી પહોંચી હતી. અત્યાર સુધીનાં લીલામોમાં ફોર્ડ મસ્ટાંગ કારની આ સૌથી વધારે કિંમત ઊપજી છે. ગયા જાન્યુઆરી મહિનામાં ફોર્ડ મસ્ટાંગની ૧૯૬૮ના મૉડલની કાર ૩.૭૪ મિલ્યન ડૉલર (અંદાજે ૨૭.૯૩ કરોડ રૂપિયા)ની કિંમતે વેચાઈ હતી. GT350R મૉડલ ફ્લાઇંગ મસ્ટાંગ નામે પણ ઓળખાય છે.

offbeat news hatke news international news