33.97 કરોડમાં વેચાયું 18મી સદીનું ચીની તૂંબડું

11 March, 2020 07:34 AM IST  |  China

33.97 કરોડમાં વેચાયું 18મી સદીનું ચીની તૂંબડું

તૂંબડું

ચીની સંસ્કૃતિમાં દૂધીના તૂંબડાનું ઘણું મહત્વ છે. ચીનમાં સુકાયેલી દૂધીનું તૂંબડું ભૂતપ્રેત, અશાંતિ અને બીમારીઓથી દૂર રાખનાર શુકનવંતું વસ્તુ ગણાય છે. વેલા પર સુકાઈ ગયેલી દૂધી (ખાસ કરીને ગોળાકાર ધારણ કરેલી)ને કલાત્મક ચિત્રકારી સાથે ઘર કે ઑફિસની સજાવટમાં પણ મૂકવામાં આવે છે. ભારતમાં જેમ કાચબાની અને ‘લાફિંગ બુઢ્ઢા’ની મૂર્તિ ઘરમાં શુભ તત્વોના વિચરણ અને સુખશાંતિ માટે રાખવામાં આવે છે એથી વિશેષ પ્રમાણમાં ચીનમાં દૂધીના તૂંબડાનો મહિમા છે. ચીનના ૧૮મી સદીના સમ્રાટ ક્વિયાલૉન્ગના સમયનું એક તૂંબડું તાજેતરમાં ફ્રાન્સની એક હરાજીમાં ૪૬ લાખ ડૉલર એટલે કે અંદાજે ૩૩.૯૭ કરોડ રૂપિયામાં વેચાયું હતું.

આ પણ વાંચો : સ્પેનની ગલીમાં ફરતો સિંહ હકીકતમાં શ્વાન નીકળ્યો

હરાજી કરનાર ઓલિવર ક્લેરે જણાવ્યું હતું કે ‘૧૮૬૦માં ફ્રાન્સ અને ઇંગ્લૅન્ડનાં દળોએ ચીનના મહેલમાંથી લૂંટેલા સામાનમાં આ તૂંબડાનો સમાવેશ હતો, પરંતુ એ તૂંબડું યુરોપમાં કેવી રીતે પહોંચ્યું એ સ્પષ્ટ રીતે જાણવા મળ્યું નથી. જોકે એ તૂંબડું કાગળઉદ્યોગ સાથે સંકળાયેલા પરિવાર પાસે હતું. એ પરિવારને ૧૯મી સદીના રાજકારણીઓ સાથે સારો સંપર્ક હતો. એ પરિવાર મૅકમેહોન અને નેપોલિયન ત્રીજાનો સંબંધી હતો.

china offbeat news hatke news