143 કરોડ રૂપિયામાં ખરીદેલું ઘર ખાલી રાખવા બદલ થયો આટલો દંડ

17 July, 2019 10:39 AM IST  |  કૅનેડા

143 કરોડ રૂપિયામાં ખરીદેલું ઘર ખાલી રાખવા બદલ થયો આટલો દંડ

143 કરોડ રૂપિયામાં ખરીદેલું ઘર ખાલી રાખવા બદલ થયો આટલો દંડ

અબજોપતિઓ કોઈ પણ દેશોમાં પોતાની પ્રૉપર્ટી ખરીદીને રાખી મૂકતા હોય છે, પરંતુ કૅનેડામાં આવું કરવું હોય તો જરા સાવધાન રહેવું. એક ચીની અબજોપતિની વાઇફને કૅનેડામાં ઘર ખરીદીને એને તાળું મારી રાખવાથી સોના કરતાં ઘડામણ મોઘા જેવું થયું હતું. યિઝુ નામની મહિલાએ ૨૦૧૫માં વાનકુંવરના બેલમૉન્ટ એવન્યુ વિસ્તારમાં એક આલિશાન બંગલો ૧૪૩ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. એ પછી આ બંગલો મોટા ભાગે ખાલી જ રહ્યો હતો. ન તો એમાં યિઝુ પોતે રહેવા આવી, ન તેણે બીજા કોઈને રહેવા માટે આપ્યું. જોકે ૨૦૧૮માં વાનકુંવરના પ્રશાસને ખાલી રહેતી પ્રૉપર્ટી પર એમ્પ્ટી હોમ ટૅક્સ વસૂલવાનું શરૂ કર્યું. આ નિયમ અંતર્ગત વ્યક્તિએ પ્રૉપર્ટીની કુલ કિંમતના એક ટકા રકમ દંડ તરીકે ભરપાઈ કરવી પડે છે.

આ પણ વાંચો : બ્રેકફાસ્ટમાં 4000 કૅલરીવાળી 65 ચીજો આ ભાઈ 12 મિનિટમાં જ ચટ કરી ગયા

જ્યારે યિઝુબહેનને મસમોટું દંડનું ફરફરિયું મળ્યું એટલે તેના બિઝનેસમૅન પતિએ નિયમમાંથી છીંડું શોધવાનો પ્રયત્ન કર્યો હતો. અત્યારે તેમણે એવી દલીલ કરી છે કે અત્યારે એ બંગલામાં કોઈ એટલા માટે રહેતું નથી કેમ કે એમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. હવે જોવાનું એ છે કે કોર્ટ આ દલીલ સ્વીકારે છે કે નહીં.

canada offbeat news hatke news