આ ટીનેજરે બનાવેલું પોતાનું સ્કેચ જોઈને ખુશ થયેલા PMને તેને પત્ર લખ્યો

24 February, 2021 07:27 AM IST  |  Dubai

આ ટીનેજરે બનાવેલું પોતાનું સ્કેચ જોઈને ખુશ થયેલા PMને તેને પત્ર લખ્યો

૧૪ વર્ષના સરન શશીકુમારે પીએમ મોદીનો સ્કૅચ બનાવ્યો

મૂળ કેરલાના અને હાલમાં દુબઈ રહેતા ૧૪ વર્ષના સરન શશીકુમારે પ્રજાસત્તાક દિને ભેટ આપવા માટે સિક્સ લેયર્ડ સ્ટેન્સિલ પોર્ટ્રેટ બનાવ્યું હતું. એ સ્કેચ-રેખાચિત્ર જોઈને વડા પ્રધાન ખુશ થઈ ગયા હતા. વિદેશ અને સંસદીય બાબતોના પ્રધાન વી. મુરલીધરન દુબઈની મુલાકાતે ગયા ત્યારે નવમા ધોરણમાં ભણતા શશીકુમારે તેના પ્રિય નેતા નરેન્દ્ર મોદી પ્રત્યે માનની લાગણી વ્યક્ત કરવા દોરેલું રેખાચિત્ર તેમને ભેટ આપ્યું હતું. વી. મુરલીધરને એ રેખાચિત્ર વડા પ્રધાનની કચેરીને પહોંચાડ્યા પછી નરેન્દ્ર મોદીએ એ ટીનેજરને પત્ર પણ લખ્યો હતો. શશીકુમારના ચિત્રની આ યાત્રા અને વડા પ્રધાનના ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૧ના પત્ર વિશે દુબઈના અખબાર ‘ગલ્ફ ન્યુઝ’માં સમાચાર પ્રકાશિત થયા છે. શશીકુમારે સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર લખેલી પોસ્ટમાં એ રેખાચિત્ર અને વડા પ્રધાનનો પત્ર અપલોડ કર્યાં છે. 

dubai offbeat news hatke news narendra modi