ઑનલાઇન ગેમ રમીને ગયા વર્ષે આ ટીનેજર 1.4 કરોડ રૂપિયા કમાયો

06 April, 2019 12:50 PM IST  | 

ઑનલાઇન ગેમ રમીને ગયા વર્ષે આ ટીનેજર 1.4 કરોડ રૂપિયા કમાયો

ગ્રિફિન સ્પિકોસ્કી

સ્માર્ટફોન પર ગેમ રમનારાઓ તો ટાઇમપાસ કરીને સમય વેડફે છે એવું જો તમે માનતા હો તો એવું નથી. આ જ પ્લૅટફૉર્મનો યોગ્ય ઉપયોગ થાય તો કરોડોની કમાણી પણ સંભવ છે. ગ્રિફિન સ્પિકોસ્કી નામના ૧૪ વર્ષના ટીનેજરે ગયા વર્ષે વિડિયો ગેમ રમીને બે લાખ ડૉલર એટલે કે લગભગ ૧.૪ કરોડ રૂપિયાની કમાણી કરી. આ ભાઈ રોજ ૮ કલાક ગેમ રમે છે. પોતાની યુટ્યુબ ચૅનલ પર તે નિયમિતપણે ગેમના વિડિયો પણ અપલોડ કરતો રહે છે. ગ્રિફિનની યુટ્યુબ ચૅનલના ૧૨ લાખ સબસ્ક્રાઇબર છે અને તેના વિડિયોઝને ૭.૧ કરોડ વ્યુઝ મળી ચૂક્યા છે. ભાઈ ફોર્ટનાઇટ નામની ગેમ રમે છે અને ગયા વર્ષે તેણે આ ગેમના નામાંકિત પ્લેયરને હરાવ્યો ત્યારથી તે ચર્ચામાં આવ્યો હતો. એ વખતે તેની ચૅનલને ૧૦૦ ડૉલર એટલે કે લગભગ ૬ હજાર રૂપિયાની પહેલી જાહેરાત મળી હતી અને પછી તો સ્પૉન્સરશિપ અને ઍડનો સિલસિલો વધતો જ ચાલ્યો.

આ પણ વાંચો : અમેરિકાનો ભારતને ઝટકો : પાકિસ્તાનના તમામ F-16 પ્લેન સલામત હોવાનું કહ્યું

કહાનીમાં અચંબિત કરે એવી બાબત એ છે કે દીકરાનો આ ગેમ-પ્રેમ જોઈને પેરન્ટ્સે પણ તેને ભણવા માટે કોઈ દબાણ નથી કર્યું એટલું જ નહીં, તેને હાઈ સ્કૂલમાં ન મોકલવાનો નિર્ણય લઈ લીધો છે જેથી તે ગેમ પર ફોકસ કરી શકે. પેરન્ટ્સનું કહેવું હતું કે દીકરાને વચ્યુર્અલ અને રિયલ લાઇફ બન્ને મૅનેજ કરતા તકલીફ પડતી હતી એટલે તે અભ્યાસ પણ ઑનલાઇન જ કરે છે.

offbeat news hatke news