૧૩૯ વર્ષ જૂના બે માળના ઘરને આખેઆખું જ ખસેડાયું

23 February, 2021 08:57 AM IST  |  San Francisco | Gujarati Mid-day Correspondent

૧૩૯ વર્ષ જૂના બે માળના ઘરને આખેઆખું જ ખસેડાયું

લોકો ઘર બદલીને નવા સરનામે રહેવા જતા હોય એ સામાન્ય વાત છે, પરંતુ સૅન ફ્રાન્સિસ્કોમાં એક આખું ઘર નવા સરનામા પર ખસેડવામાં આવ્યું છે. ઘર ખસેડવાનો કુલ ખર્ચ ચાર લાખ ડૉલર એટલે કે લગભગ ૨.૯ કરોડ રૂપિયા જેટલો થયો હતો. ૬ બેડરૂમ ધરાવતું બે માળનું વિક્ટોરિયાના સમયનું ઘર ૧૩૯ વર્ષ પહેલાં બાંધવામાં આવ્યું હતું ત્યારથી જ ૮૦૭ ફ્રૅન્કલિન સ્ટ્રીટ પર હતું  અને હવે એને ખસેડીને ૬૩૫ ફુલ્ટન સ્ટ્રીટ લઈ જવાયું છે.

મોટી બારીઓ અને બ્રાઉન કલરનો આગળનો દરવાજો ધરાવતા આ લીલા ઘરને જ્યારે કલાકના અંદાજે એક માઇલની ઝડપે જાયન્ટ રોલર્સ પર ચલાવીને લઈ જવાયું ત્યારે લોકોએ રસ્તા પર એકઠા થઈ એના ફોટો પાડ્યા હતા. આ ઘરને ખસેડવાની યોજના ઘણા લાંબા સમયથી કરવામાં આવી રહી હતી અને એ માટે શહેરની લગભગ ૧૫ એજન્સીઓની પરવાનગી મેળવવામાં આવી હતી.

offbeat news international news san francisco