12મી પાસ યુવકે વાહનચોરી અટકાવવા બનાવી ઍપ

26 February, 2020 07:43 AM IST  |  Rajasthan

12મી પાસ યુવકે વાહનચોરી અટકાવવા બનાવી ઍપ

વિકાસ ગોદારા

રાજસ્થાનના શ્રીગંગાનગર જિલ્લાના સૂરત ગઢના લાલ ગઢિયા ગામના રહેવાસી વિકાસ ગોદારાએ વાહનોની ચોરીનું જોખમ ઘટાડવાના ઉદ્દેશથી વાહન ચાલુ અને બંધ કરવા માટે મોબાઇલ-ઍપથી કન્ટ્રોલ કરી શકાતી રોબોટિક પ્લેટ વડે સંચાલિત ઍપ બનાવી છે. ઇલેક્ટ્રૉનિક અને વેબ ઍપ્લિકેશન્સ બનાવવાના શોખીન વિકાસ ગોદારા ૧૨મા ધોરણ સુધી ભણ્યો છે. તેણે મોબાઇલ-ઍપ સાથે કનેક્ટ કરીને વાહનોને સ્ટાર્ટ અને સ્ટૉપ કરી શકાય એવું સાધન બનાવ્યું છે. ૧૧મા ધોરણ સુધી લાલ ગઢિયાની શાળામાં ભણ્યા પછી ૧૨મા ધોરણનું શિક્ષણ અર્જુનસરમાં લીધું હતું. વિકાસે સૂરજગઢ આઇઆઇટીમાં પણ તાલીમ લીધી છે. નવી ઍપની ટ્રાયલ માટે વિકાસે મિત્ર મદન તરડની બાઇકનો ઉપયોગ કર્યો હતો. હાર્ડવેર ડિવાઇસને પાવર સપ્લાય સાથે જોડીને ચલાવવામાં આવતી ઍપને હૅક ન કરી શકાય એવી એમાં જોગવાઈ છે. સ્વિચવાળા કોઈ પણ વાહનમાં આ સાધન વાપરી શકાય છે. વાહન ચોરાય તો ઍપની મદદથી એને શોધી શકાય છે.

rajasthan offbeat news hatke news