સાતમા ધોરણમાં ભણતા 12 વર્ષના છોકરાને ડેટા સાયન્ટિસ્ટની નોકરી મળી

27 November, 2019 09:48 AM IST  |  Hyderabad

સાતમા ધોરણમાં ભણતા 12 વર્ષના છોકરાને ડેટા સાયન્ટિસ્ટની નોકરી મળી

સિદ્ધાર્થ શ્રીવાસ્તવ પિલ્લૈ

હૈદરાબાદમાં રહેતો સિદ્ધાર્થ શ્રીવાસ્તવ પિલ્લૈ હાલમાં ચેતન્ય સ્કૂલમાં સાતમા ધોરણમાં ભણી રહ્યો છે, પરંતુ એની સાથે તેને એક સૉફ્ટવેઅર કંપનીએ ડેટા સાયન્ટિસ્ટ તરીકે નિયુક્ત પણ કર્યો છે. સિદ્ધાર્થને બહુ નાની વયથી જ તેના પિતાએ કોડિંગ કરતાં શીખવેલું અને એ પછી તો તેની પોતાની સૂઝબૂઝથી તે આપમેળે શીખતો ગયો. હાલમાં મૉન્ટેજી સ્માર્ટ બિઝનેસ સૉલ્યુશન નામની સૉફ્ટવેઅર કંપનીએ તેને ડેટા સાયન્ટિસ્ટ તરીકે કન્સલ્ટન્ટ નીમ્યો છે.

આ પણ વાંચો : બિહારના અંતરિયાળ ગામમાં કાંદા ખાવા પર છે પ્રતિબંધ

સિદ્ધાર્થનું કહેવું છે કે તેનો રોલ મૉડલ તન્યમ બક્શી છે જે જેણે ખૂબ નાની ઉંમરે ગૂગલમાં કામ કરવાનું શરૂ કરેલું.

hyderabad offbeat news hatke news