12 ફુટ ઊંચો રેકૉર્ડબ્રેક એક્સોસ્કેલેટન રોબો

01 February, 2020 07:31 AM IST  |  Canada

12 ફુટ ઊંચો રેકૉર્ડબ્રેક એક્સોસ્કેલેટન રોબો

એક્સોસ્કેલેટન રોબો

વાનકુવરના રહેવાસી જોનાથન ટિપેટે ૧૦ વર્ષ મહેનત કરીને બનાવેલા ૧૨ ફુટ-૧૧ ઇંચ ઊંચા, ૧૬ ફુટ ૧૮ ઇંચ લાંબા અને ૧૮ ફુટ ૧ ઇંચ પહોળા ચાર પગવાળા એક્સો સ્કેલેટન રોબોને ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં સ્થાન મળ્યું છે. ટિપેટને એક્સો સ્કેલેટનના ડિઝાઇનિંગમાં ૧૦ વર્ષ અને ફાઇનલ ડિઝાઇન તૈયાર કરવામાં એક વર્ષ લાગ્યું છે. એ ૩૫૨૭ પાઉન્ડ વજનના યંત્રમાનવના સંચાલન માટે પાઇલટની જરૂર પડે છે. એમાં ઍરોસ્પેસ વેહિકલ્સ અને રેસિંગ વેહિકલ્સમાં વપરાતા ક્રોમોલી સ્ટીલ પ્રોસ્થેસિસનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ૩૬ કિલો વૉટના લિથિયમ-આયન બૅટરી પૅક કસ્ટમ એન્જિનિયર્ડ રોબોના હૃદય સમાન છે. બે એસી ઇલેક્ટ્રિક મોટર્સ બે હાઇડ્રોલિક સિલિન્ડર્સમાં પ્રવાહી પહોંચાડે છે અને હાઇડ્રેલિક પમ્પ્સનું સંચાલન કરે છે.

canada offbeat news hatke news