ગંજીફાના પત્તાં ફેંકીને આ કિશોર ફળો કાપે છે

12 September, 2019 09:14 AM IST  |  ચીન

ગંજીફાના પત્તાં ફેંકીને આ કિશોર ફળો કાપે છે

ગંજીફાના પત્તાં ફેંકીને આ કિશોર ફળો કાપે છે

રિયલ લાઇફ નિન્જા જેવા બનવાનો શોખ ધરાવતા ૧૧ વર્ષના ચીનના વેન્ગ કાઈ નામના કિશોરે ગંજીફાના પત્તાંને ફેંકી ફળોમાં કાપો પાડવાની ટ્રિક શીખી લીધી છે. વેગસ ટુ મકાઉ નામની ફિલ્મમાં બતાવાયું છે એ જોઈ-જોઈને ભાઈસાહેબે ખૂબ પ્રૅક્ટિસ કરી છે અને હવે તે એક પત્તું દૂરથી એવી રીતે ફેંકે છે કે એ તરબૂચ, સફરજન, પેરુની અંદર ઘૂસી જાય છે. ઇન ફૅક્ટ પ્લાયવુડના પાટિયામાં પણ એ પત્તું ઘૂસી જઈ શકે છે. આ કામમાં તેના પપ્પા મદદ કરે છે. તેના પપ્પા વિવિધ ફળોને આમથી તેમ ફેરવે છે અને પપ્પાના હાથની ગતિ અને દિશા મુજબ તે પત્તાં ફેંકે છે અને દરેક પત્તું સીધું જે-તે ફળમાં જઈને ઘૂસી જાય છે.

china offbeat news hatke news