મેટલ ડિટેક્ટરની મદદથી ખેતરમાંથી શોધ્યા ૧૦૦૦ વર્ષ જૂના સિક્કા

29 September, 2019 08:28 AM IST  |  ઈંગ્લેન્ડ

મેટલ ડિટેક્ટરની મદદથી ખેતરમાંથી શોધ્યા ૧૦૦૦ વર્ષ જૂના સિક્કા

ખેતરમાંથી મળ્યા જૂના સિક્કા

ઇંગ્લૅન્ડના સુફોલ્કમાં આવેલા એક ખેતરમાં ડોન ક્રાઉલી નામના ભાઈએ મેટલ ડિટેક્ટરની મદદથી જમીનમાં દટાયેલો ખજાનો શોધી કાઢ્યો છે. બહુ વર્ષો પહેલાં એ ખેતરમાંથી માનવહાડકાંના અવશેષો અને સદીઓ જૂના ૭ સિક્કા મળી આવ્યા હતા એટલે કદાચ હજી વધુ સિક્કા હોય એવી સંભાવનાને ધ્યાનમાં રાખીને ભાઈએ મેટલ ડિટેક્ટરની મદદથી આખું ખેતર ઘમરોળી નાખ્યું હતું અને બીજા ૯૨ સિક્કા શોધ્યા હતા. આ ‌કૉઇન્સ લગભગ ૧૦૦૦ વર્ષ જૂના હોવાનું જાણવા મળ્યું હતું અને ટૂંક સમયમાં એનું ઑક્શન થશે. 

offbeat news hatke news