દસ વર્ષની આ કન્યાના પેઇન્ટિંગ્સના 37 લાખ રૂપિયા ઊપજ્યા

04 August, 2020 07:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દસ વર્ષની આ કન્યાના પેઇન્ટિંગ્સના 37 લાખ રૂપિયા ઊપજ્યા

દસ વર્ષની આ કન્યાના પેઇન્ટિંગ્સના 37 લાખ રૂપિયા મળ્યા

કૅન્સરગ્રસ્ત દાદા-દાદીને ખુશ કરવા લગભગ ચાર વર્ષ પહેલાં ડેઇઝી વોટ નામની છોકરીએ બગીચાનું પેઇન્ટિંગ તૈયાર કર્યું હતું. ૬ વર્ષની દીકરીએ કરેલા પેઇન્ટિંગથી ખુશ થઈને તેની મમ્મીએ વધુ એક ચિત્ર દોરવાનું કહ્યું જેનું વેચાણ કરીને એમાંથી મળેલી રકમની ચૅરિટી થઈ શકે. બીજા ચિત્રમાં આ બાળકીએ મૃત્યુ પામેલા લોકો માટે ‘ફર્ગેટ-મી-નોટ’ અને બચી ગયેલા લોકો માટે ‘તેજસ્વી ફૂલો’ દર્શાવાયું હતું. નવાઈની વાત એ છે કે એની પાછળની વિચારધારાને જોતાં વિશ્વભરના લોકોએ આ ચિત્રના વેચાણની હરાજીમાં ભાગ લીધો હતો અને એના લગભગ ૯૫૦૦ પાઉન્ડ્સ એટલે કે લગભગ ૩૭ લાખ રૂપિયા ઊપજ્યા હતા. 

૬ વર્ષની ઉંમરથી ડેઇઝી અદ્‍ભુત ચિત્રો દોરી રહી છે અને તેનાં ચિત્રોમાંથી થતી આવક ૫૦,૦૦૦ પાઉન્ડ સુધી પહોંચી છે. ડેઇઝીનાં પેઇન્ટિંગ્સમાં મોટા ભાગે બગીચાનાં ફૂલોનાં દૃશ્યો હોય છે અને તેને શાળામાંથી છૂટ્યા પછી પેઇન્ટ્સ અને ટેસ્ટર પૉટ્સ સાથે બગીચામાં જવા સિવાય બીજું કંઈ ગમતું નથી. પોતાની પ્રતિભાથી અજાણ ડેઇઝીને પ્રશંસા પસંદ નથી. તેના પેઇન્ટિંગ્સથી ઊભા થયેલા પૈસા ચૅરિટીમાં જાય છે. ડેઇઝી હવે મોટા ભાગના દિવસોમાં ફૂલોનાં ચિત્રોમાં રંગ પૂર્યા કરે છે અને કૅન્સર સામેની લડતના વિવિધ તબક્કા રજૂ કરે છે. તેનાં નવાં ચિત્રો પણ હજારો પાઉન્ડ્સમાં વેચાઈ રહ્યાં છે.

offbeat news hatke news international news