દસ વર્ષની કિચન-ક્વીને 1 કલાકમાં 33 ડિશ બનાવીને વિક્રમ સરજ્યો

13 October, 2020 07:16 AM IST  |  Kerala | Gujarati Mid-day Correspondent

દસ વર્ષની કિચન-ક્વીને 1 કલાકમાં 33 ડિશ બનાવીને વિક્રમ સરજ્યો

સાન્વી પ્રાજિત

આજકાલ બાળકોને પણ કિચનમાં અવનવા પ્રયોગો કરવાનું ગમે છે. યુટ્યુબ પણ બાળકોના કિચન પ્રયોગોના વિડિયોથી ઊભરાઈ રહ્યું છે. જોકે કેરળની દસ વર્ષની સાન્વી પ્રાજિત નામની કન્યાએ જે કારનામું કર્યું છે એ ભાગ્યે જ કોઈ કરી શકે એમ છે. સાન્વીએ એક કલાકની અંદર એક-બે, પાંચ-સાત નહીં, ૩૩ ડિશીઝ બનાવીને ઇન્ડિયા બુક ઑફ રેકૉર્ડ્સમાં પોતાનું નામ ચમકાવ્યું છે. આ ત્રીસ ડિશમાં ઉત્તપમ, ફ્રાઇડ રાઇસ, ઇડલી, વૉફલ, કૉર્ન ફ્રીટર્સ, મશરૂમ ટિક્કા, પનીર ટિકા, સૅન્ડવિચ, પાપડી ચાટ, પૅનકૅક, અપ્પમ જેવી કુલ ૩૩ વાનગીઓ માત્ર એક જ કલાકમાં બનાવીને પ્લેટમાં સર્વ કરી હતી.

એર્નાકુલમમાં રહેતા ઇન્ડિયન ઍર ફૉર્સના વિન્ગ કમાન્ડર પ્રાજિત બાબુની દીકરી છે સાન્વી. તેણે આ પરાક્રમ ૨૯મી ઑગસ્ટે કરેલું. એ વખતે તેની એજ ૧૦ વર્ષ છ મહિના અને ૧૨ દિવસની હતી. ઍશિયા બુક ઑફ રેકૉર્ડ્સના અધિકારીઓએ તેના વિશાખાપટનમના ઘરે યોજાયેલી ઑનલાઇન લાઇવ કુકરી ઇવેન્ટ નિહાળી હતી. સાન્વીની મમ્મી મંજિમા એક સ્ટાર શેફ અને રિયાલિટી કુકરી શોની ફાઇનલસ્ટિ રહી ચૂકી છે અને પોતાની મમ્મીનું જોઈને જ તેણે આ ઇવેન્ટ ઑર્ગેનાઇઝ કરી હતી. 

kerala offbeat news hatke news national news