પૅરાગ્લાઇડિંગ દરમ્યાન અચાનક સેલ્ફી-સ્ટિક પર ગીધ પણ સવાર થઈ ગયું

18 October, 2020 08:23 AM IST  |  Mumbai | Mumbai correspondent

પૅરાગ્લાઇડિંગ દરમ્યાન અચાનક સેલ્ફી-સ્ટિક પર ગીધ પણ સવાર થઈ ગયું

પૅરાગ્લાઇડિંગ દરમ્યાન અચાનક સેલ્ફી-સ્ટિક પર ગીધ પણ સવાર થઈ ગયું

પંખીઓની જેમ હવામાં એની સાથે ઊડવા મળે તો કેવી મજા આવે? આવો વિચાર તો ઘણાને આવ્યો હશે, પણ એનો અનુભવ તાજેતરમાં સ્પેનના બે પૅરાગ્લાઇડર્સને થઈ ગયો. દક્ષિણ સ્પેનમાં ઍન્ડાલુસિયાના માઉન્ટન્સ પરથી હવામાં ઊડી નીકળેલા બે પૅરાગ્લાઇડર્સને હવામાં તેમની સાથે ઊડતા ગીધનો સામનો થઈ ગયો હતો. થોડીક વાર ગીધ આ બન્ને પૅરાગ્લાઇડર્સની સાથે-સાથે ઊડ્યા અને પછી તેમની પાસેની સેલ્ફી-સ્ટિક પર બેસીને લિફ્ટ લઈ લીધી હોય એમ મજા માણવા લાગ્યા હતા. 

international news offbeat news