23 June, 2025 11:22 AM IST | Bhubaneswar | Gujarati Mid-day Correspondent
દીકરીએ બીજી જાતિના છોકરા સાથે લગ્ન કરતાં ૪૦ પરિવારજનોનું મુંડન કરાવ્યું
ઓડિશાના બૈગનગુડા ગામમાં એક પ્રેમવિવાહ થયા અને એની સજા યુવતીના પરિવારજનોએ ભોગવવી પડી હતી. વાત એમ હતી કે ગામમાં અનુસૂચિત જનજાતિ સમુદાયની એક યુવતીએ બીજી અનુસૂચિત જાતિના યુવક સાથે પ્રેમલગ્ન કરી લીધાં. જોકે એને કારણે યુવતીનો પરિવાર અને તેના ગ્રામજનો નારાજ થઈ ગયા. ગ્રામજનોએ આ ઘટનાને જ્ઞાતિના નિયમોનું ઉલ્લંઘન ગણાવીને યુવતી સહિત આખા પરિવારને સમાજની બહાર કાઢી મૂક્યો હતો. જ્યારે તેના પરિવારજનોએ સમાજ સામે રિક્વેસ્ટ મૂકી ત્યારે સમાજના અગ્રણીઓએ આખા પરિવારના શુદ્ધીકરણની જરૂરિયાત જણાવી. એક પ્રાણીનો બલિ આપીને આખા કુટુંબે મુંડન કર્યા પછી જ એ શુદ્ધીકરણ માન્ય ગણાશે એમ જણાવતાં કુટુંબના ૪૦ લોકોએ એકસાથે મુંડન કરાવ્યું હતું.