શ્વાનને દુલ્હન બનાવીને બે બાળકો સાથે ધામધૂમથી કરાવ્યા લગ્ન, જાણો કારણ

27 January, 2021 11:09 AM IST  |  Odisha | Gujarati Mid-day Online Correspondent

શ્વાનને દુલ્હન બનાવીને બે બાળકો સાથે ધામધૂમથી કરાવ્યા લગ્ન, જાણો કારણ

તસવીર સૌજન્ય: એએનઆઈ

ભલે દેશ વિજ્ઞાન અને ટૅક્નોલોજી ક્ષેત્રે કેટલી પણ પ્રગતિ કરી લે પરંતુ  દેશના ઘણા ભાગોમાં જૂની પરંપરાઓ અને અંધશ્રદ્ધાઓને હજી માન્યતા આપવામાં આવે છે. આવી જ એક પરંપરા ઓડિશાના મયુરભંજ જિલ્લામાં આજે પણ ચાલુ છે. જ્યા બાળકોના લગ્ન શ્વાન સાથે કરાવવામાં આવે છે.

ઓડિશાના હો (Ho) આદિજાતિમાં એવી પરંપરા છે કે, જો બાળકોના ઉપરના દાંત પહેલા આવે તો શ્વાન સાથે તેમના લગ્ન કરાવવામાં આવે છે. જો ઉપરના દાંત પહેલા આવી જાય તો ‘અપશુકન’ માનવામાં આવે છે. જો કોઈ છોકરીને ઉપરના દાંત પહેલા આવે તો નર શ્વાનના બાળક સાથે તેના લગ્ન કરાવવામાં આવે છે. આવો જ એક કિસ્સો ગત શુક્રવારે જિલ્લાના સુકરૌલી બ્લૉક અંર્તગત આવતા ગંભરિયા ગામમાં બન્યો છે. જ્યાં બે પરિવારે દીકરાઓના લગ્ન માદા શ્વાન સાથે કર્યા છે. કારણકે તેમને ઉપરના દાંત આવવાનું શરૂ થઈ ગયું હતું.

ડેબેન ચત્તર અને નોરેન પૂર્તિએ આ અપશગુન દૂર કરવા માટે પરંપરાનું પાલન કર્યું હતું. મળતી માહિતી પ્રમાણે, આ પરંપરા મકરસંક્રાંતિથી શિવરાત્રીની વચ્ચે કરવામાં આવે છે. આ સમુદાયમાં ઘણી પેઢીઓથી આ પરંપરા ચાલી આવી છે. પૂર્તિએ તેમના દીકરાનો લગ્ન સમારોહ ગામમાં રાખ્યો હતો. જેમા બન્ને બાળકોને દુલ્હા બનાવવામાં આવ્યા અને માદા શ્વાનને દુલ્હની જેમ તૈયાર કરવામાં આવી હતી અને તેની સાથે આ જ પ્રકારનું વર્તન થતું હતું. આ લગ્ન સમારંભમાં ગામના અન્ય લોકો પણ સામેલ થયા હતા.

જોકે, મયુરભંજના પોલીસ અધિક્ષકનું કહેવું છે કે તેઓ આ વિસ્તારમાં જાગૃતિ ફેલાવવા માટે પગલાં લેશે. નોંધનીય છે કે, ઓડિશાના કેટલાક સમુદાયોમાં શ્વાન સિવાત ઝાડ સાથે લગ્ન કરવાની પરંપરા છે અને સમયે-સમયે આવા કિસ્સાઓ સામે આવતા રહ્યા છે.

offbeat news national news odisha