16 June, 2024 11:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતના દરેક રાજ્યમાં પ્રત્યેક ૧૦૦૦ માણસ દીઠ કેટલા રખડતા કૂતરા છે એની યાદી
રસ્તામાં રખડતા શ્વાનોનું સ્વાસ્થ્ય અને એ શ્વાનોને કારણે માણસોની સેફ્ટી આજકાલ સમસ્યાનું કારણ બની ગઈ છે. તાજેતરમાં મિનિસ્ટ્રી ઑફ ફિશરીઝ, ઍનિમલ હસબન્ડરી ઍન્ડ ડેરી દ્વારા ભારતના દરેક રાજ્યમાં પ્રત્યેક ૧૦૦૦ માણસ દીઠ કેટલા રખડતા કૂતરા છે એની યાદી બહાર પડી હતી. એમાં સૌથી વધુ શ્વાન ઓડિશામાં છે જ્યાં ૧૦૦૦ માણસદીઠ લગભગ ૪૦ રખડતા કૂતરા છે. એ પછી નંબર આવે છે જમ્મુ અને કાશ્મીરનો, જ્યાં ૧૦૦૦ માણસદીઠ ૨૩ ડૉગ્સ છે. મણિપુરમાં સ્ટ્રે ડૉગની સંખ્યા લગભગ નહીંવત્ છે, કેમ કે અહીં ૧૦૦૦ માણસદીઠ ડૉગ્સની સંખ્યા ઝીરો છે. મહારાષ્ટ્રમાં લગભગ ૧૦.૪ અને ગુજરાતમાં ૧૩.૭ શ્વાનો પ્રતિ ૧૦૦૦ માણસે છે.