16 November, 2024 02:34 PM IST | Bhubaneswar | Gujarati Mid-day Correspondent
બોઇતા બન્દના ફેસ્ટિવલ
ઓડિશામાં બોઇતા બન્દના નામનો ફેસ્ટિવલ દર કાર્તિક પૂર્ણિમાએ યોજાય છે, જેમાં ભક્તો પાણીમાં હાથેથી બનાવેલી બોટ, નાવડી અને જહાજનાં મિનિએચર્સ બનાવીને તરતાં મૂકે છે. આ ઉત્સવ દરિયાખેડુઓની યાદમાં યોજાય છે. જે લોકોએ દરિયામાં સાહસ ખેડતાં-ખેડતાં જીવ ગુમાવ્યો હોય તેમને ખાસ શ્રદ્ધાંજલિ આપવા માટે આમ કરવામાં આવે છે.