૧૩૦ વર્ષ બાદ ન્યુ યૉર્કમાં જોવા મળ્યું ઉત્તર ધ્રુવનું ઘુવડ

31 January, 2021 09:14 AM IST  |  New York | Gujarati Mid-day Correspondent

૧૩૦ વર્ષ બાદ ન્યુ યૉર્કમાં જોવા મળ્યું ઉત્તર ધ્રુવનું ઘુવડ

ઘુવડ

એક જ જાતિનાં પશુ કે પક્ષીના જુદા-જુદા પ્રદેશો અને જુદી-જુદી ભૂગોળોમાં અલગ રૂપ, દેખાવ અને સ્વભાવ હોય છે. એના આધારે એનું મહત્ત્વ પણ આંકવામાં આવે છે. તાજેતરમાં ન્યુ યૉર્કના સેન્ટ્રલ પાર્કમાં એક નવા પ્રકારનું ઘુવડ જોઈને સૌને આશ્ચર્ય થયું હતું. એ ઉત્તર ધ્રુવના ટુંડ્ર પ્રદેશનું વતની સ્નોવી આઉલ હતું. દર શિયાળે સ્થળાંતર કરતા એ ઘુવડે ૧૩૦ વર્ષે એ સેન્ટ્રલ પાર્કની મુલાકાત લીધી હતી. છેલ્લે ૧૮૯૦માં આ પ્રકારનું ઘુવડ ન્યુ યૉર્ક પહોંચ્યું હોવાનું પક્ષીઓના અભ્યાસુઓ કહે છે. અમેરિકન મ્યુઝિયમ ઑફ નૅચરલ હિસ્ટરીના ડિપાર્ટમેન્ટ ઑફ ઓરિન્થોલૉજીના કલેક્શન-મૅનેજર પૉલ સ્વીટે ૧૩૦ વર્ષે એ પક્ષીની મુલાકાતને સ્થળાંતરકારી પક્ષીઓના સંદર્ભે અને ભૌગોલિક દૃષ્ટિએ પણ મહત્ત્વની ઘટના ગણાવી હતી. ન્યુ યૉર્ક ઑડબોર્ન કન્ઝર્વેશન ગ્રુપે હિમ પ્રદેશના ઘુવડના આગમનની અનોખી રીતે ઉજવણી કરી હતી.

offbeat news international news new york