આ કેરી છે ખાસ: 1 ફળની કિંમત 500 રૂપિયા

20 May, 2019 09:47 AM IST  |  મધ્ય પ્રદેશ

આ કેરી છે ખાસ: 1 ફળની કિંમત 500 રૂપિયા

મોંધી કેરી

અફઘાનિસ્તાની મૂળની કેરીની જાત નામે ‘નૂરજહાં’નાં વૃક્ષો મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના કટ્ટીવાડા ક્ષેત્રમાં જોવા મળે છે. આ ફળનાં બહુ ઓછાં વૃક્ષો હોવાથી પાક પણ બહુ સીમ‌િત માત્રામાં ઊતરે છે. એને કારણે ‘નૂરજહાં’ના શોખીનો હજી કેરી આંબા પર હોય ત્યારથી જ એનું બુકિંગ કરાવી લે છે. આ ફળની સાઇઝ અને વજન પણ કદાવર હોય છે. એને ‘આમની મલ્લિકા’ કહેવાય છે, કેમ કે એનું કદ વધુમાં વધુ એક ફુટ લાંબું થઈ શકે છે. આ વર્ષે એના સૌથી મોટા ફળનું વજન પણ બે-અઢી કિલો જેટલું હશે એવું માનવામાં આવે છે. એની અંદરની ગોટલીનું વજન દોઢસોથી બસો ગ્રામ જેટલું હોય છે.

આ પણ વાંચો : વિશ્વમાં પહેલી વાર બનશે થ્રી-ડી પ્રિન્ટેડ ગામ, 24 કલાકમાં બનશે 50 ઘરો

ગયા વર્ષે આ પ્રજાતિનાં ફળો વરસાદી વાવાઝોડામાં બરબાદ થઈ ગયાં હતાં, પણ આ વર્ષે દુર્લભ કેરીના રસિકો માટે સારા સમાચાર છે. હાલમાં નૂરજહાંનાં વૃક્ષો પર ફળોની બહાર ખીલી છે. નૂરજહાંની ખેતી કરવાના અનુભવીઓનું કહેવું છે કે આ વર્ષે આ જાતની કેરીનો સારોએવો પાક આવશે અને જૂનના અંત સુધીમાં ફળ પાકીને તૈયાર થઈ જશે. એની ડિમાન્ડ એટલી છે કે એક ફળની કિંમત લગભગ ૫૦૦ રૂપિયા હોય છે. અનુભવીઓના કહેવા મુજબ સારી સીઝન હોય ત્યારે તો આ ફળ ત્રણથી સાડાત્રણ કિલો વજનનાં પણ થતાં હતાં.

offbeat news hatke news madhya pradesh