પતિ GF સાથે કારમાં કરી રહ્યો હતો મસ્તી, પત્ની સામે આવી અને...

18 July, 2019 07:13 PM IST  |  મુંબઈ ડેસ્ક

પતિ GF સાથે કારમાં કરી રહ્યો હતો મસ્તી, પત્ની સામે આવી અને...

પ્રતીકાત્મક તસવીર

નોએડામાં રહેતી એક મહિલા પોતાના સૉફ્ટવેર ઇંજીનિયર પતિના અફેરની જાસુસી કરવામાં ઇજાગ્રસ્ત થઈ ગઈ. હકીકતે, મહિલાને જ્યારે ખબર પડી કે તેનો પતિ પોતાની પ્રેમિકા સાથે કારમાં ફરી રહ્યો છે ત્યારે તેને પકડવા માટે તે ત્યાં પહોંચી ગઈ. તે કાર સામે જઈને મોબાઇલ ફોનથી વીડિયો બનાવવા લાગી ત્યારે જ તેના પતિની પ્રેમિકાએ ગુસ્સામાં ટક્કર મારી દીધી. આને કારણે તે મહિલા રસ્તા પર ઇજાગ્રસ્ત થઈને પડી ગઈ. હૉસ્પિટલમા સારવાર કરાવ્યા પછી હવે મહિલાએ સેક્ટર 49 થાણામાં પોતાના પતિની પ્રેમિકા વિરુદ્ધમાં રિપોર્ટ દાખલ કરાવી છે.

બે વર્ષ પહેલે થયા હતાં લગ્ન
બે વર્ષ પહેલા લવ કમ અરેન્જ મેરેજ કર્યા હતા. ત્યારબાદ કેટલાક મહિના પહેલાથી જ મહિલાને પોતાના પતિ પર શંકા થવા લાગી. પીડિત મહિલા નોએડા સેક્ટર 75ની પૉશ સોસાયટીમાં રહે છે. તે એક મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી કરે છે. તો તેનો પતિ સેક્ટર-126 સ્થિત એક આઈટી કંપનીમાં કર્યરત છે.

પહેલાથી હતી ઓળખાણ
બન્નેમાં પહેલાથી જ ઓળખાણ હતી. જેના પછી તેમણે જાન્યુઆરી 2017માં લવ કમ અરેન્જ મેરેજ કરી લીધા. હવે થોડાંક મહિનાથી પત્નીને પોતાના પતિની ગતિવિધિઓ પર શંકા થવા લાગી હતી. 15 જુલાઇની સાંજે લગભગ 7 વાગ્યાની આસપાસ ખબર પડી કે તેનો પતિ તે જ યુવતી સાથે કારમાં ફરી રહ્યો છે.

આ પણ વાંચો : Seema Bhanushali:પરિવારની સાથે પ્રોફેશનલ લાઈફ બેલેન્સ કરે છે આ જાણીતા બ્યુટિશિયન

પતિએ ન ઉપાડ્યો ફોન
આ માહિતી મળતાં જ પત્ની ઑટોથી તે જગ્યાએ પહોંચી અને જ્યારે બન્નેને કારમાં જોઈ લીધા તો પોતાના પતિને ફોન કર્યો. પણ પતિએ ફોન ન ઉપાડ્યો. જેના પછી મહિલા તે કારની સામે જઈ પહોંચી અને સાબિતી માટે વીડિયો બનાવવા લાગી. તેને જોઇને તેના પતિની ગર્લફ્રેન્ડે તરત જ કાર ચાલુ કરી દીધી જેનાથી ભટકાઇને મહિલા નીચે પડી ગઈ. જેને કારણે તે ઇજાગ્રસ્ત થઈ ગઈ. ત્યાર પછી સેક્ટર 49 થાણામાં તે યુવતી વિરુદ્ધ રિપોર્ટ નોંધાવી દીધી. પોલિસનું કહેવું છે કે આરોપી યુવતી અને તેના પતિ સાથે પૂછપરછ કર્યા પછી કાર્યવાહી કરવામાં આવશે.

offbeat news noida