પગ છે જ નહીં, હાથ પણ અર્ધવિકસિત છતાં સાહસિકતા દંગ રહી જવાય એવી છે

17 January, 2021 09:07 AM IST  |  Islamabad | Gujarati Mid-day Correspondent

પગ છે જ નહીં, હાથ પણ અર્ધવિકસિત છતાં સાહસિકતા દંગ રહી જવાય એવી છે

યોસેફ અબુ અમીરા

સુખ અને દુઃખ વચ્ચે જીવન ખુશીથી જીવવાની પ્રેરણા સમગ્ર સૃષ્ટિમાં મળે છે, પણ એ માટે આપણી દૃષ્ટિ કેળવાયેલી હોવી જોઈએ. મધ્યપૂર્વનાગાઝાનો ૨૪ વર્ષનો યુવક યોસેફ અબુ અમીરાને જન્મથી બન્ને પગ નથી. તેના બન્ને હાથ પણ અર્ધવિકસિત છે. કોઈ શારીરિક અભાવ કે અક્ષમતા ધરાવતી વ્યક્તિ ખેલકૂદમાં અને ખાસ કરીને માર્શલ આર્ટ્સમાં સિદ્ધિ મેળવવાનો વિચાર જવલ્લે જ આવે, પરંતુ યોસેફે કરાટેમાં ઑરેન્જ બેલ્ટ મેળવ્યો છે. તેણે પોતાના કરાટેના કૌશલથી એ ક્ષેત્રના નિષ્ણાતોને પ્રભાવિત કર્યા છે.

ગાઝાની શરણાર્થી છાવણીઓમાં તેનો ઉછેર થયો અને યુનિવર્સિટી ઑફ ગાઝાની કૉલેજ ઑફ શરિયા ઍન્ડ લૉમાં ભણીને ગ્રૅજ્યુએટ થયો છે. સોશ્યલ મીડિયામાં અબુ અમીરાનો માર્શલ આર્ટની પ્રૅક્ટિસ કરતો વિડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. એ વિડિયોમાં સ્થાનિક અલ મશ્તાલ ક્લબમાં તે લાકડી વડે લડવાનું કૌશલ દાખવી રહ્યો છે.

offbeat news international news pakistan