નવ વર્ષની ટ્‍‍‍‍વિન્સ સિસ્ટરે યોગ પર બુક લખી

20 June, 2021 09:04 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

‘સન સૅલ્યુટેશન્સ’ નામના આ પુસ્તકમાં વૃક્ષો, છોડવાઓ અને પ્રાણીઓના માધ્યમથી બાળકોને યોગનાં આસન સમજાવવાની કોશિશ કરવામાં આવી છે. 

નવ વર્ષની ટ્‍‍‍‍વિન્સ સિસ્ટરે યોગ પર બુક લખી

ઇન્દોરમાં ચોથા ધોરણમાં ભણતી ૯ વર્ષની બે જોડિયા બહેનોએ યોગ પર ‘સન સૅલ્યુટેશન્સ’ નામનું એક પુસ્તક લખ્યું છે, જે માટે તિબેટના આધ્યાત્મિક ગુરુ દલાઈ લામા અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમની પ્રશંસા કરી છે. 
આ બન્ને બહેનોમાંની એક દેવયાની ભારદ્વાજે જણાવ્યું કે અમે બન્ને બહેનો રોજ સવારે પ્રાણાયામ અને સૂર્યનમસ્કાર કરીએ છીએ છે, જે અમારા આરોગ્ય માટે ઘણું લાભદાયી સાબિત થયું છે. પોતાને મળેલા લાભથી પ્રેરાઈને બન્ને બહેનોએ પુસ્તક લખવાનો નિર્ણય લીધો, જેથી અન્યોને પણ યોગની પ્રેરણા મળે. 
‘સન સૅલ્યુટેશન્સ’ નામના આ પુસ્તકમાં વૃક્ષો, છોડવાઓ અને પ્રાણીઓના માધ્યમથી બાળકોને યોગનાં આસન સમજાવવાની કોશિશ કરવામાં આવી છે. 
બીજી બહેન શિવરંજની ભારદ્વાજે જણાવ્યું કે હું નાનપણથી લેખિકા બનવા માગતી હતી. મેં નાની પુસ્તિકાઓ લખી હતી અને હવે મેં પેઇન્ટિંગ સાથે યોગની સમજ આપતું પુસ્તક લખ્યું છે. બન્ને બહેનોને સામાન્ય જ્ઞાનની ક્વિઝ, ઑનલાઇન સ્પેલિંગ અને પેઇન્ટિંગની સ્પર્ધામાં રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય ઇનામ મળ્યાં છે. બન્ને બહેનોએ લખેલું પુસ્તક અંગ્રેજી, ફ્રેન્ચ અને સ્પૅનિશ ભાષામાં ઉપલબ્ધ છે તથા ટૂંક સમયમાં હિન્દી અને મરાઠી ભાષામાં પણ મળશે.

offbeat news national news